તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યુવતીએ 181ની મદદથી પોલીસમાં અરજી કરી

યુવતીએ 181ની મદદથી પોલીસમાં અરજી કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અભદ્ર ટિપ્પણી બદલ રોકતાં યુવકે યુવતીનાં કપડાં ફાડ્યાં

નવરંગપુરાએક ફ્લેટમાં કામ કરતી યુવતીને એજ ફ્લેટમાં બીજા ઘરે ડ્રાઇવર તરીકે નોકરી કરતો યુવક રોજ તેની શાબ્દિક છેડતી કરતો હતો. યુવતીએ તેને અભદ્ર ટિપ્પણી કરવા કહ્યું, તો યુવકે તેના કપડાં ફાડી નાંખતા યુવતીએ ‘181 અભયમ્’ની મદદ માંગી નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

નવરંગપુરાના એક ઘરમાં કામ કરીને સવિતા પોતાના પતિને આર્થિક ટેકો કરી રહી હતી. એજ ફ્લેટમાં ડ્રાઇવર તરીકે કામ કરતો મુકેશ તેને જોઇ રોજ અભદ્ર ટિપ્પણી કરતો હતો. 3 જૂને સવિતા ઘરે જઇ રહી હતી ત્યાં મુકેશે પાર્કિંગમાં અભદ્ર ટિપ્પણીઓ કરી ને સવિતાં સાથે બોલાચાલી થતાં તેણે સવિતાનાં કપડાં ફાડી દીધા હતા આથી ગભરાયેલી અને શરમમાં મૂકાયેલી સવિતાએ પતિને ફોનથી જાણ કરતાં પતિ આવી ગયો હતો. અને મુકેશ ત્યાંથી ભાગી ગયો હતો. પછી તેણે ‘181’ની મદદ માંગતા 181ના કાઉન્સેલર રુચિતા પરમાર ત્યાં આવ્યા અને સવિતાને લઇ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરાવી હતી. મુકેશને તેના માલિકે નોકરી માંથી બરતરફ કર્યો હતો.

(પાત્રોના નામ બદલ્યા છે.)

અન્ય સમાચારો પણ છે...