તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • આજે એકવીસ ચોથનું પુણ્ય આપતી અંગારકી ચતુર્થી

આજે એકવીસ ચોથનું પુણ્ય આપતી અંગારકી ચતુર્થી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારનારોજ વદ ચોથને સંકટ ચતુર્દશીનો અતિ શુભયોગ બની રહ્યો છે. 13 જૂનના રોજ મંગળવાર આવે છે દિવસે આવતી વદ ચોથના દિવસે ઉપવાસ કરવાથી 21 ચોથના ઉપવાસ જેટલું પુણ્ય મળે છે તેમ શાસ્ત્રોમાં જણાવાવામાં આવ્યું છે.

લાલદરવાજા વિસ્તારમાં આવેલા અતિપ્રાચીન ગણપતિ મંદિર, વસ્ત્રાપુર, અખબારનગર અને વિવિધ વિસ્તારોમાં આવેલા મંદિરે મોટીસંખ્યામાં ભાવિકોની ભીડ ઊમટી પડશે. સિવાયથી શહેરથી દૂર આવેલા ગણપતપુરા સ્થિત મંદિર પણ હજારો ભાવિકો દર્શન કરવા માટે આવશે. મહેમદાવાદ ખાતે આવેલા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે દિવસે 1008 કિલોગ્રામ કેરીનો મનોરથ ધરાવવામાં આવશે. સાથે 1008 લાડુ યજ્ઞથી મંદિર ખાતે બિરાજમાન ગણપતિદાદાને આહુતિ આપવામાં આવશે.

વિદ્યાભ્યાસ, ઉન્નતિ, વૈવાહિક કાર્ય અડચણ નિવારણ માટે સંકટ ચતુર્થી શીધ્ર ફળ આપે છે. મકર રાશિ અને ઉષા નક્ષત્ર સ્વામી સૂર્ય કુમાર યોગ સાથે હોવાથી જે લોકોને વિદ્યા ઉપાસનામાં રૂકાવટ આવતી હોય તેમણે ગણપતિનું સ્તોત્ર વાંચવાથી વિદ્યા સંબંધી ઉન્નતિ થાય છે. જે લોકોને કુંડળીમાં મંગળ દોષ આવતો હોય તથા કોઇપણ કાર્યસર વૈવાહિક કાર્ય અટકતું હોય તો તેમણે ગણપતિ અથર્વશીષનું પાઠન કરવાથી આગામી સમયમાં સમસ્યા હળવી થશે. કોઇપણ કાર્યમાં મુશ્કેલી કે બાધ આવતો હોય તો “ઓમ ગંગણપતયૈ નમ:” 108 વખત ઉચ્ચારણ કરવાથી લાભદાયી નીવડશે. ગણપતિ દેવને લાડુ, દુર્ગા, ગોળનો પ્રસાદ ધરાવી શકાય છે. ત્યારે હજારોની સંખ્યામાં લોકો ઉપવાસ કરતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...