તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ક્રિકેટ સટ્ટાબેટિંગ લાંચ કેસમાં ઇડીના પૂર્વ અધિકારીએ જામીન અરજી કરી

ક્રિકેટ સટ્ટાબેટિંગ લાંચ કેસમાં ઇડીના પૂર્વ અધિકારીએ જામીન અરજી કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરોડોરૂપિયાના ક્રિકેટ સટ્ટાબેડિંગ કૌભાંડમાં લાંચ લેવાના આરોપસર જેલમાં ધકેલાયેલા ઇડીના પૂર્વ એડિ.ડાયરેક્ટર સંજયકુમારે કરેલી કાયમી જામીન અરજીની સુનાવણી પૂરી થતાં સીબીઆઇ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. જો કે સંભવત 14 જૂનના રોજ કોર્ટ ચુકાદો જાહેર કરે તેવી શક્યતા છે.

આઇપીએલ ક્રિકેટના કરોડો રૂપિયાના સટ્ટાકાંડ કૌભાંડમાં મોટા બુકીઓને બચાવવા લાંચ લેવાના આરોપસર સીબીઆઇએ ઇડીના પૂર્વ ડાયરેક્ટર જે.પી.સિંહ, એડિ.ડાયરેક્ટર સંજયકુમારની ફેબ્રુઆરી 2017માં ધરપકડ કરી હતી. જેલમાં રહેલા સંજયકુમારે સીબીઆઇ કોર્ટમાં કાયમી જામીન અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરી હતી કે તેઓ નિર્દોષ છે. તેમની ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે.

છેલ્લા 4 માસથી તેઓ જેલમાં છે. તપાસ એજન્સી સીબીઆઇએ કોર્ટમાં ચાર્જશીટ કરી દીધું છે. તેઓ એક ઉચ્ચ અધિકારી છે. નાસી ભાગી જાય તેવા નથી. આથી જામીન પર મુક્ત કરવા જોઇએ.

અન્ય સમાચારો પણ છે...