તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

61 વિદ્યાર્થીઓએસંશોધન કર્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
61 વિદ્યાર્થીઓએસંશોધન કર્યું

25-100 ફૂટસુધીના અંતરમાં જાનવરોને સેન્સ કરે છે

2000 રૂપિયાનોખર્ચે ઉપકરણ તૈયાર થાય છે

નીલ ગાય તમારા ખેતરમાં ઘૂસે તો ઉપકરણ વાઘ-સિંહ-ચિત્તાનો અવાજ કરી તેને ભગાડશે

અમદાવાદની શ્રુષ્ટિ સંસ્થા દ્વારા ખેડૂતોને પડતી પાયાની તકલીફોનું નિવારણ કરવા માટે એક સંશોધન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ભારત માંથી આઈઆઈટી, એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક અને મેકેનિકના 61 વિધાર્થીઓએ ભાગ લીધો હતો. વિધાર્થીઓએ ગામડાઓની મુલાકાત લઈને ખેડૂતો ને પડતી તકલીફોનો અભ્યાસ કર્યો હતો. ખેડૂતોની તકલીફો ને ઓછામાં ઓછા ખર્ચે દૂર કરવા માટે તેમણે એક ઉપકરણ બનાવ્યું હતું. જે પાકને નુકશાન કરતા જાનવરો પૈકી નીલગાય અને ભૂંડ જેવા જાનવરોને ભગાડવાનું કામ કરશે, અને તે પણ તેમને લગીરે નુકસાન પહોંચાડ્યા વિના. માત્ર રૂ. 2000ના નજીવા ખર્ચે તૈયાર થતું ઉપકરણ 25 ફૂટથી 100 ફૂટ સુધીના અંતરમાં આવતા જાનવરોને સેન્સ કરીને સિંહ,વાઘ અને ચિત્તાનો અવાજ કરે છે. તેમાંથી સતત એક લાઈટ રડારની જેમ ફર્યા કરશે જેથી પણ જાનવરો દૂર રહેશેે. ફોટો- પ્રવિણ ઇન્દ્રેકર

અન્ય સમાચારો પણ છે...