તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઈન્ડિયા કોલોની વોર્ડમાં પીવાના પાણી ગંદકીથી લોકો પરેશાન

ઈન્ડિયા કોલોની વોર્ડમાં પીવાના પાણી-ગંદકીથી લોકો પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાંઆજે પણ અનેક વોર્ડમાં પીવાના પાણીની સમસ્યા છે. જેમાં પૂર્વ અમદાવાદના ઉત્તર ઝોનમાં આવેલા ઇન્ડિયા કોલોની વોર્ડમાં પીવાના પાણીની સમસ્યા ખૂબ ગંભીર છે. વોર્ડના અનેક વિસ્તારના લોકો લાંબા સમયથી પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે, જ્યારે કેટલાક વિસ્તારમાં દૂષિત પાણી આવે છે તો કેટલાક વિસ્તારમાં પાણીનું પ્રેશર ખૂબ ધીમું હોવાની ફરિયાદ મળી છે. જેના પગલે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા વોર્ડમાં આજે પણ દરરોજ 25થી વધુ ટેન્કરો દ્વારા લોકોને પીવાનું પાણી પૂરું પડાય છે. વોર્ડના અનેક વિસ્તારો ગંદકીથી ઊભરાયા હોવાનું જાણવા મળ્યું છે.

યશવંત યોગીએ જણાવ્યું કે, મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ઇન્ડિયા કોલોની વોર્ડ સાથે ઓરમાયું વર્તન કરાય છે. જેમાં બંસીની ચાલી, અબ્દુલ શેખની ચાલી (અમદુપુરા), બાલાપીરની દરગાહની ચાલી, હરજીભાઈ દેસાઈની ચાલી સહિત કેટલાક વિસ્તારોમાં તો વર્ષોથી પીવાના પાણીની સમસ્યા છે અને તેમને કોર્પોરેશન પીવાનું પાણી આપી શકી નથી.

વોર્ડમાં આજે પણ 25 ટેન્કરથી પાણી અપાય છે

અન્ય સમાચારો પણ છે...