તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ડિગ્રી ઇજનેરીમાં 28 હજાર સીટ ખાલી 68 હજાર સામે 42,177નું રજિસ્ટ્રેશન

ડિગ્રી ઇજનેરીમાં 28 હજાર સીટ ખાલી 68 હજાર સામે 42,177નું રજિસ્ટ્રેશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ડિગ્રીઈજનેરીની 68000થી વધુ બેઠક પર રજિસ્ટ્રેશનના અંતિમ દિવસ સોમવારે સાંજે ચાર કલાક સુધી 42177 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ડિગ્રી ઈજનેરીની કુલ બેઠક સામે રજિસ્ટ્રેશનની સંખ્યા ઓછી હોવાથી આશરે 28,000 બેઠક ખાલી પડશે.

ગત વર્ષે 68667 સામે 47902 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. 2017-2018 દરમિયાન 141 કોલેજોની 68283 બેઠકો પર પ્રવેશ કાર્યવાહી શરૂ કરી છે. ડિગ્રી ઈજનેરીમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 17 જૂને જ્યારે ફાઈનલ મેરિટ લિસ્ટની 27 જૂને જાહેરાત કરાશે.

કોમર્સમાં પિન નંબર માટે આજે છેલ્લો દિવસ

કોમર્સની 36600 બેઠક માટે પિન આપવાની અંતિમ તારીખ 23મી મેથી 10મી જૂન રાખવામાં આવી હતી. હવે તારીખ લંબાવીને 13 જૂન કરાઈ છે. વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંતિમ તારીખ 14 જૂન છે.

B.Sc.મોક રાઉન્ડ સીટ એલોટમેન્ટ જાહેર

ગુજરાતયુનિવર્સિટીની બીએસસી કોલેજોની 25 કોલેજની 8000થી વધુ બેઠક માટે મોક રાઉન્ડનું સોમવારે સાંજે સીટ એલોટમેન્ટ જાહેર કરાયું છે. કુલ મળીને 22,000 પિન અપાઈ છે, 21,000એ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આજથીડિગ્રી ડિપ્લોમા ફાર્મસીની બેઠકો પર પ્રવેશ

ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીની બેઠકો માટે 13 જૂનથી પિન અપાશે. કુલ 71 કોલેજોની 4600 બેઠક માટે પિન નંબર 20 જૂન સુધી અપાશે.

અન્ય સમાચારો પણ છે...