તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • જિલ્લાના 65 પોલીસ કર્મીઓની આંતરિક બદલી

જિલ્લાના 65 પોલીસ કર્મીઓની આંતરિક બદલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાનાંપોલીસ સ્ટેશનોમાં ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા કર્મચારીઓની જિલ્લા પોલીસવડાએ આંતરિક બદલીઓ કરી હતી. જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલથી માંડીને એએસઆઇ સુધીના 65 પોલીસ કર્મચારીની બદલી કરાઈ છે.

જિલ્લા પોલીસવડા આર.વી. અસારીએ શુક્રવારે મોડી રાત્રે જિલ્લાનાં પોલીસ સ્ટેશનોમાં ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા કોન્સ્ટેબલથી માંડી એએસઆઇ સુધીના પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કર્યા હતા. બદલીના હુકમો કરતાની સાથે જિલ્લાનાં પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જિલ્લા પોલીસવડાએ એક વર્ષ અગાઉ પણ મોટા પાયે બદલીઓ કર્યા બાદ આજે બીજી વખત મોટા પાયે બદલીઓ કરી હતી. પોલીસ કર્મચારીઓની મોટા પાયે બદલીઓ થઈ હોવાની માહિતી પોલીસ સ્ટેશનોમાં પહોંચી જતાં સારી આવકવાળાં પોલીસ સ્ટેશનોમાં બેઠેલા ઘણા પોલીસ કર્મચારીઓએ બદલી રોકાવવા માટે દોડાદોડ શરૂ કરી દીધી હતી.

જિલ્લા પોલીસવડાના ચાર્જ સંભાળતા વિરમગામ ડિવાયએસપી રોહન આનંદે જણાવ્યું હતું કે, જિલ્લાના પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી સમયાંતરે થવી જોઈએ. રૂટીન પ્રક્રિયા પ્રમાણે વેકેશન બાદ ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી એક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. આંતરિક બદલીથી પોલીસનો અનુભવ વધશે અને દરેક પોલીસ કર્મચારીઓને કામ કરવાની તક મળશે. બોપલ, બગોદરા, મકરબા હેડ કવાર્ટર, એલસીબી, એસઓજી, બાવળા, કણભા, ધંધુકા, માંડલ, કોઠ, અસલાલી, સાણંદ અને ધોળકા પોલીસના કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...