તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વકીલોની સનદની પરીક્ષાનું પરિણામ બીજી વાર પેન્ડિંગ

વકીલોની સનદની પરીક્ષાનું પરિણામ બીજી વાર પેન્ડિંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારકાઉન્સીલ ઓફ ઇન્ડિયા વર્ષમાં બે વખત સનદ માટેની પરીક્ષા લેવામાં આવે છે. જોકે વખતે વર્ષમાં એક ‌વખત લેવામાં આવ્યો છે અને તેમાં પણ વખતે બે વખત પરીણામ જાહેર કરવાની તારીખ પાછી ઠેલી છેલ્લે 15મી જુનના રોજ જાહેર કરવાનું નક્કી કરાયું છે. જોકે તેને કારણે જેએમએફસીની પરીક્ષા આપનાર 3400 જેટલા ઉમેદવારો અસમંજસમાં મુકાયા છે.

કાયદા શાસ્ત્રનો અભ્યાસ કરી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સનદ મેળવનાર ઉમેદવારો માટે વકીલાત કરવા માટે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વાર લેવાતી પરીક્ષી પાસ કરવી આવશ્યક છે. તે ઉપરાંત લીગલ ઓફિસર એટલેકે મેજીસ્ટ્રેટ કે જજની પરીક્ષા આપવા માટે પણ પરીક્ષા પાસ કરી હોવી આવશ્યક છે. બીજી તરફ તાજેતરમાં બહાર પડેલી જેએમએફસીની પરીક્ષા માટે અનેક ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

અન્ય સમાચારો પણ છે...