તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લુખ્ખા છાત્રાઓને અૅસિડ ફેંકવા ધમકી આપે છે, પોલીસને નનામી અરજી મળી

લુખ્ખા છાત્રાઓને અૅસિડ ફેંકવા ધમકી આપે છે, પોલીસને નનામી અરજી મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિર્ણયનગરના 3 અસમાજિક તત્ત્વોની પોલીસે ધરપકડ કરી

આટલું નહી વિદ્યાર્થિનીઓની અરજીમાં લુખ્ખા તત્વોને સ્થાનિક પોલીસકર્મચારીઓનું પીઠબળ હોવાના પણ ગંભીર આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો હતો. નિર્ણયનગર વિસ્તારની સ્કુલો તેમજ ક્લાસીસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ વાડજ પોલીસ સ્ટેશનમાં શુક્રવારે લુખ્ખા તત્વોના ત્રાસ વિરૂધ્ધ નનામી અરજી કરી હતી. જેમાં સાગર દરજી, યુવરાજસિંહ તેમજ હર્ષીલ પટેલ નામના યુવાનો પર સ્કુલ, ક્લાસીસમાં જતી વિદ્યાર્થીનીઓની છેડતી કરતા હતા. છોકરીઓના માતા-પિતા, ભાઈઓ લુખ્ખા તત્વોને સમજાવવા જતા તેમના પરીવારના સભ્યો સાથે મારામારી કરી ભગાડી મુકતા હતા. સાગર દરજી નામનો યુવક વિદ્યાર્થીનીઓની છેડતી કરી મોઢા પર એસીડ ફેંકવાની ધમકી આપતો હતો. આરોપીઓને પોલીસકર્મચારીઓનું પીઠબળ હોવાથી વિદ્યાર્થીનીઓ, પરીવારોને ‘નિર્ણયનગરમાં રહેવું હોય તો, મારા તાબે થવું પડશે’ જેવી ધમકીઓ આપતા હતા.

વિદ્યાર્થીનીઓએ એવો ગંભીર આક્ષેપ કર્યો કે, ત્રણેય યુવકોએ એક યુવતીને ગાડીમાં ઉઠાઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. ત્રણેય યુવકો મંગલદીપ સંકુલ, શુભ લાભ સોસાયટી, ઉમંગ પાન પાર્લ, જય ભોલે પાન પાર્લર, નિશાંત સ્કુલ સામે અંબિકા ગાર્ડન પાસે બેઠક ધરાવે છે. જેથી વિદ્યાર્થીનીઓ તમામ સ્થળો પરથી સ્કુલ- ટ્યુશન જતા હોવાથી તેમની ત્રણેય લુખ્ખા તત્વો છેડતી કરતા આવ્યાં છે.

અંગે વાડજ પીઆઈ વી.જી.રાઠોડે જણાવ્યું હતું કે, અરજીના આધારે સાગર દરજી, હર્ષીલ પટેલ અને યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. જોકે ખરેખર અરજી કરનાર સ્થાનિક છોકરીઓ છે કે અન્ય કોઈ તેની તપાસ એસીપી દ્વારા શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...