તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • GUમાં યુજી પીજી લેવલે કેરિ ફોરવર્ડ સિસ્ટમ બંધ

GUમાં યુજી-પીજી લેવલે કેરિ ફોરવર્ડ સિસ્ટમ બંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમર્સ-સાયન્સ કૉલેજોમાં વર્ગવધારો મંજૂર

કેટલીક કોમર્સ અને સાયન્સ કોલેજોમાં વર્ગ વધારો કરવાની મંજૂરી આપવાનો ઠરાવ કરાયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં સાયન્સ, કોમર્સ, આર્ટસ, બીબીએ-બીસીએ તેમજ એમએ, એમકોમ, એમએસસીમાં કેરીફોરવર્ડ સિસ્ટમ 2012થી અમલમાં હતી, જે મુજબ ગમે તેટલા વિષયમાં એટીકેટી હોય તો ગ્રેજ્યુએશન લેવલ પર ગમે તેટલા વિષયોમાં એટીકેટી હોય તો પણ છઠ્ઠા સેમેસ્ટર સુધી એટલે કે લાસ્ટ યર સુધી પરીક્ષા આપી શકાતી હતી.

પીજીમાં પણ ગમે તેટલા વિષયમાં નાપાસ હોય તો પણ માસ્ટર ડીગ્રી લેવલ પર છેક ચોથા સેમેસ્ટર સુધી પરીક્ષા આપવાની સવલત રહેતી હતી. જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ પરત્વે બેદરકાર બન્યા હતા અને જેના કારણે વિદ્યાર્થીઓના પરિણામ પર વિપરિત અસર જોવા મળી હતી. અંગે ગુજરાત યુનિવર્સિટી કક્ષાએ પણ રજૂ્આત કરવામાં આવી હતી. બાબતને કેન્દ્રમાં રાખીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રકારનો નિર્ણય કરાયો હોવાનુ માનવામાં આવે છે.

કર્મચારીઓના પ્રશ્નો માટે સ્થાયી સમિતિ

યુનિવર્સિટીનાકર્મચારીઓના પ્રશ્નોનો ઉકેલ લાવવા બેઠકમાં સ્થાયી સમિતિની રચના કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે નવિનીકરણના ભાગરૂપે વર્કીંગ વુમન હોસ્ટેલ ડેવલપ કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત ગુજરાત સરકાર તરફથી મળેલ મેન્ટેનન્સ, રીપેરીંગ તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈમ્પ્રુવીંગ ગ્રાન્ટમાંથી ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે રૂ. 97 કરોડના ખર્ચે વિવિધ વિભાગોનુ રીનોવેશન કાર્ય કરાશે. ઉપરાંત રૂ.321ના ખર્ચ અંતર્ગત વિવિધ કાર્યો કરવામાં આવશે.જેમાં ડો.એ.પી.જે.અબ્દુલકલામ ભવન,સેન્ટર ફોર પોસ્ટ ડોક્ટરલ રીસર્ચ ભવન, પ્રોફેશનલ સ્ટડીસ બિલ્ડીંગનુ નિર્માણ કરાશે.ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરને હવે ગુજરાત યુનિવર્સિટી ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર તરીકે નામકરણ કરવાનુ સર્વાનુમતે ઠરાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...