તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વીજ વપરાશ 200 યુનિટ સુધી હશે તો રૂ.36 રાહત

વીજ વપરાશ 200 યુનિટ સુધી હશે તો રૂ.36 રાહત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એનર્જી રેગ્યુલેટરી એસ્પર્ટ કે.બજાજે જણાવ્યું છેકે, 9મી જૂને જર્ક દ્વારા નવા ટેરીફ જાહેર કરાયા છે જેનો અમલ 10મી જૂન 2017થી થશે. જર્કે ‌વખતે ગ્રાહકને રાહત આપી છે. જેથી ટોરેન્ટ દ્વારા અમદાવાદના ગ્રાહક પાસેથી વસુલ થતાં યુનિટે 18 પૈસા અને સુરતના ગ્રાહક પાસેથી વસૂલ કરાતા યુનિટે 17 પૈસાનો ચાર્જ રેગ્યુલેટરી ચાર્જ રદ કરવામાં આવ્યો છે. ટોરેન્ટ દ્વારા અમદાવાદમાં 567 કરોડની ખોટ દર્શાવી રેગ્યુલેટરી ચાર્જ 70 પૈસાનો વધારો માગ્યો હતો. તેમજ સુરતમાં 214 કરોડની ખોટ દર્શાવી પ્રતિયુનિટ 70 પૈસાનો રેગ્યુલેટરી ચાર્જ વધારાની માંગ કરી હતી.

જોકે જર્કે ટોરેન્ટના એકાઉન્ટની તપાસ કરતા ખોટ નહી પણ નફો હોવાનું જણાયું હતું. જેમાં 2017-18માં અમદાવાદમાં 42.89 કરોડનો નફો અને સુરતમાં 15.39 કરોડનો નફો હોવાનું જણાયું હતું. જેની સામે ગ્રાહકો પાસેથી રેગ્યુલેટરી ચાર્જ પેટે અમદાવાદના ગ્રાહક પાસેથી રૂ. 37.24 કરોડ અને સુરતના ગ્રાહક પાસેથી રૂ. 8.06 કરોડ વસુલવામાં આવતા હોવાનું જણાયું હતું.

જર્કે ચાર્જમાં વધારાની ટોરેન્ટની માંગ ફગાવી

ટોરેન્ટ 18 પૈસા રેગ્યુલેટરી ચાર્જ નહીં લઈ શકે

અન્ય સમાચારો પણ છે...