તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેટ્રો રેલને મક ડિસ્પોઝલ માટે જગ્યા ફાળવાશે

મેટ્રો રેલને મક ડિસ્પોઝલ માટે જગ્યા ફાળવાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્માર્ટસિટીની અર્બન પાર્ક અને કોમર્શિયલ હબ માટે નિયત કરાયેલી વાડજ ખાતે આવેલી 1,12,703 ચોરસ મીટરની જગ્યા મેટ્રો રેલને ‘મક ડિસ્પોઝલ’ માટે રૂ. 1ના ટોકનભાડેથી સોંપવા અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી છે. મેટ્રો રેલની મક ડિસ્પોઝલની કામગીરી પૂર્ણ થયેથી વપરાશ યોગ્ય કરીને પરત લેવામાં આવશે તેવી શરતોને આધીન ખાસ કિસ્સામાં લો લેન્ડ આપવામાં આવશે.

સૂચિત સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલ લો-લેઈંગ એરિયા મેટ્રો રેલને ફા‌ળવવા માટે મેગા કંપની દ્વારા કોર્પોરેશન સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી હતી. જે અંતર્ગત ટીડીઓ અને પશ્ચિમ ઝોનનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. ટીડીઓએ કહ્યું હતું કે, જગ્યા ટ્રાન્ઝિસ્ટ ઓરિએન્ટેડ ઝોન-12માં છે. અને તે અંગે લોકલ એરિયા પ્લાન સરકારની મંજૂરી માટે મૂકેલો છે. જયારે પશ્ચિમ ઝોન તરફથી એવો અભિપ્રાય આપવામાં આવ્યો હતો કે, જગ્યા રાણીપ જીએસઆરટીસી બસ સ્ટોપ તથા રામાપીરના ટેકરાની બાજુમાં આવેલી છે. અહીં વર્ષો જૂની ઝૂંપડપટ્ટી છે અને બાકીનો એરિયા લો લેન્ડ છે, જેમાં ખાડા છે. સૂચિત જગ્યા સિવાયની જગ્યા મેગાને સોંપવામાં આવે તો વાંધો નથી.

અન્ય સમાચારો પણ છે...