• Gujarati News
  • National
  • લીંબાસી મિલ પર વીજીલન્સનો દરોડો : દારૂની ખાલી બોટલ મળી

લીંબાસી મિલ પર વીજીલન્સનો દરોડો : દારૂની ખાલી બોટલ મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માતરતાલુકાના લીંબાસી માલાવાડા ચોકડી નજીક આવેલ એક બંધ રાઈસમીલ ઉપર અમદાવાદ વીજીલન્સે મોડી સાંજે દરોડો પાડ્યો હતો. પોલીસે બંધ રાઈસમીલમાંથી વિદેશી દારૂની કાચની નાની-મોટી બોટલો તથા સ્ટીકર મળી આવતાં ચકચાર મચી જવા પામી છે.

લીંબાસી પોલીસના પોસઈ પી.કે.ચાવડાએ જણાવ્યુ હતું કે, માતર તાલુકાના લીંબાસી માલાવાડા ચોકડી નજીક એક રાઈસમીલ આવેલી છે. રાઈસમીલ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં છે. અમદાવાદ વીજીલન્સને મળેલ બાતમીના આધારે પોલીસે રાઈસમીલ પર ગુરૂવારે મોડી સાંજે દરોડો પાડ્યો હતો. પોલીસને ઘટનાસ્થળેથી વિદેશી દારૂની કાચની ખાલી નાની-મોટી બોટલો તથા સ્ટીકર મળી આવ્યા હતા. જ્યારે અન્ય સેવનયુક્ત ચીજવસ્તુઓ મળી આવી છે. જેની તપાસ હાલમાં ચાલી રહી છે.

અ’વાદની ટીમ રાઇસમિલથી ખાલી હાથે ફરી

સ્ટીકર - બોટલ મળતા પગેરૂ શોધવા તપાસ

અન્ય સમાચારો પણ છે...