• Gujarati News
  • National
  • ધોલેરાના ભડીયાદ ગામે ઉર્સ ભરાશે, તંત્ર દ્વારા તૈયારી શરૂ

ધોલેરાના ભડીયાદ ગામે ઉર્સ ભરાશે, તંત્ર દ્વારા તૈયારી શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોલેરા તાલુકાના ભડીયાદ ગામે હઝરત શહીદ પીર મહેમુદશાહ બુખારીની દરગાહ આવેલ છે. જેમાં ત્રીદિવસીય ઉર્સ ભરાશે. જેની સેન્ટ્રલ મેદની કમીટી તથા વહીવટીતંત્ર દ્વારા તૈયારીઓ ચાલી રહી છે.

તા. 3-4-2017ના રોજ અમદાવાદના ખમાસા ચાર રસ્તેથી પગપાળા સંઘ- મેદની નિશાન સાથે રવાના થશે. જે તા. 7-4-2017 શુક્રવારના રોજ ભડીયાદ પહોંચશે. સવારના 10 કલાકે ભડીયાદ નજીક આવેલા જાંબુડા હનુમાન મંદિરના મહંત, ભડીયાદના આગેવાનો, ખાદીમ પરિવાર તરફથી મેદનીનું સ્વાગત કરાશે. ત્યાર બાદ મેદની નિશાન સાથે ભડીયાદ પીરની દરગાહ ઉપર આવશે. બપોરના 12 કલાકે દરગાહ ઉપર નિશાન (ધજા) ચઢાવવાની વિધિ થશે. તા. 8-4-2017ના રોજ શંદલ સરીફ યોજાશે. તા. 9-4-2017ના રોજ મોટી શરીફ યોજાશે. તા. 11-4-2017ના રોજ ઉર્સ સમીતી દ્વારા નિશાનને વિદાય આપવામાં આવશે.

પદયાત્રીકો માટે માર્ગમાં આરામ, ચા-નાસ્તાની વ્યવસ્થા સેન્ટ્રલ મેદની કમીટી તથા ભાવીકો દ્વારા કરાઇ છે. પદયાત્રીકો ટ્રાફિકને અડચણ રૂપ થાય તથા માર્ગની સાઈડમાં ચાલે તથા વિસામો આરામ- રોડની નીચેના સ્થળે કરે તેવી અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...