• Gujarati News
  • National
  • તેહઝીબથી ભરેલી એક સંસ્કારી નગરી

તેહઝીબથી ભરેલી એક સંસ્કારી નગરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જાણીતાફોટોગ્રાફર

પૌરાણિક નગરી બનારસ...વારાણસી અને કાશી વિશ્વનાથના નામ થી પણ જાણીતી છે. ગંગા નદીના ઘાટ પર વસેલી નગરીની ઘણી વિશેષતાઓ છે. કહેવાય છે કે અહીં કાશીમાં જો વ્યક્તિનું મૃત્યુ થાય તો એનો મોક્ષ થઈ જાય છે. રમણીય ઘાટ પર વહેલી સવારે આરતી, મંદિરમાં પૂજા ...,ઘાટમાં ન્હાવા માટે લોકોની ચહલ-પહલ, ક્યાંક શરણાઈ ના સૂર ...ઢોલકનો નાદ, એક અવાજમાં ગવાતી આરતીનો નાદ. સવારે ચા ની દુકાન પર કુલડીમાં ચાની ચુસ્કીઓ લેતાં-લેતાં અહીંની સવારને માણવાની મજા કૈંક ઓર છે. કેટલીય બોલિવૂડ અને હોલિવૂડ ફિલ્મોના શૂટિંગ પણ અહીં થયાં છે. આજે પણ ક્યાંક ને ક્યાંક ગલીમાં કોઈ શૂટિંગ થતું જોવા મળી જાય. વારાણસીની ગલીઓમાં ખોવાઈ જઈએ તો પણ ગલીઓમાં એક આત્મિયતા અનુભવાય છે. ગલીઓ તમને જૂના અમદાવાદની યાદ અપાવી દે. મહાન સિતારવાદક રવિ શંકર , શરણાઈવાદક બિસ્મીલ્લા ખાનની જન્મભૂમિ પણ છે. બનારસની ગલીઓમાં ફરતાં ફરતાં ક્યાંક બનારસી લસ્સી, ઠંડાઈ, કચોરી સબ્જી, જલેબી, ટમાટર ચાટ, બન મલાઈ, મિર્ચી પકોડા જેવી વિવિધતાસભર વાનગીઓની લિજ્જત માણી શકાય. અને છેલ્લે ખૂબ પ્રખ્યાત બનારસી પાન ખાવાનું ભૂલતાં નહીં. તો એક વાર તેહઝીબથી ભરેલી સંસ્કારી નગરીની મુલાકાત લેવા જેવી ખરી. હર હર ગંગે !!! હર હર મહાદેવ !!!
અન્ય સમાચારો પણ છે...