• Gujarati News
  • National
  • આંકલાવના પૂર્વ PSI વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી

આંકલાવના પૂર્વ PSI વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંકલાવપોલીસ સ્ટેશનના પૂર્વ પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે અને હાલમાં અમદાવાદના દેહગામના પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવાત એ. વી. રાઠવા વિરૂદ્ધ આરોપીને બચાવવા ખોટા પુરાવા ઊભા કરવાના ગુના હેઠળ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારે બનાવમાં સતત ત્રણ વખત કોર્ટમાં હાજર રહેવાને પગલે કોર્ટે આકરૂં વલણ દાખવીને તેમની સામે નોનબેલેવલ વોરંટ જારી કરતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

મામલે વાત કરતા એડ્વોકેટ ડી.જે. ગોસાઈએ જણાવ્યું હતું કે, આંકલાવ પોલીસ મથકના તત્કાલિન પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.વી. રાઠવાએ વર્ષ 2009માં આરોપીને બચાવવા માટે કોર્ટમાં ખોટા પુરાવા ઊભા કર્યા હતા જે મામલે કોર્ટમાં ફરિયાદ થઈ હતી. એ. વી. રાઠવાએ આરોપી તરીકે ગોવિંદભાઈ અભેસિંગ સોલંકી (તલાટી)નું ચાર્જશીટમાં આરોપી તરીકે બતાવી ખોટી તથા નિવેદનોથી માહિતગાર હોવા છતાં કાયદેસરની કાર્યવાહીમાં પોતાની ફરજનો દુરપયોગ કર્યો હતો. બનાવ અંગે આંકલાવ કોર્ટમાં તેમની સામે કેસ કરાયો હતો.

જોકે, છેલ્લી ત્રણ મુદતથી તેઓ સતત ગેરહાજર રહેતા હતા. જેને પગલે આંકલાવ ફોજદારી કોર્ટના મેજિસ્ટ્રેટ જે.એસ. પ્રજાપતિએ પોલીસ ઈન્સ્પેક્ટર સામે લાલ આંખ કરતા નોનબેલેબલ (બિનજામીનપાત્ર) વોરંટ જારી કર્યું હતું. ઉલ્લેખનીય છે કે કેસની આગામી મુદત 22 જુલાઈ છે.

ચાર વાર ગેરહાજર રહેતા કોર્ટેનું આકરૂં વલણ

અન્ય સમાચારો પણ છે...