તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજ્યના લોકોને વાણી નહીં પાણી જોઇએ છે : કોંગ્રેસ

રાજ્યના લોકોને વાણી નહીં પાણી જોઇએ છે : કોંગ્રેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતનાનાગરિકોને રૂપાણીની વાણી નહીં પરંતુ પાણી જોઇએ છે તેમ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું છે. તેમણે એવો આક્ષેપ કર્યો છે કે, નર્મદા કેનાલ નેટવર્ક ઊભું કરવામાં ગુનાહિત બેદરકારી-ઇચ્છા શક્તિઓના અભાવના પરિણામે 45 હજાર કિ.મી.નું માઇનોર કેનાલનું કામ બાકી છે. પરિણામ સ્વરૂપે 9 મિલિયન એકર ફિટ પાણીમાંથી માત્ર 3 મિલિયન એકર ફિટ પાણીનો ઉપયોગ થાય છે.

દોશીએ વધુમાં કહ્યું છે કે, ગુજરાતના 8 હજાર ગામો,130 વધુ નગરપાલિકા વિસ્તાર અને અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરોના નાગરિકો પીવાના પાણી માટે હેરાન છે.

અન્ય સમાચારો પણ છે...