તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બોગસ ડિગ્રીના આધારે સનદ કેસમાં જામીન આપો : બાર કાઉન્સિલ

બોગસ ડિગ્રીના આધારે સનદ કેસમાં જામીન આપો : બાર કાઉન્સિલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોગસડિગ્રીના આધારે વકીલતા કરવા માટે સનદ મેળવવાનો પ્રયાસ કરવાના કેસમાં 7 આરોપીઓ પૈકી 2 જણાએ કરેલી આગોતરા જામીન અરજીનો વિરોધ કરતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સોગંદનામું કોર્ટમાં રજૂ કર્યુ હતું. એડિ.સેશન્સ જજ એ.એમ.વૈષ્ણવે વધુ સુનાવણી ગુરુવારના રોજ રાખી છે.

કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇન્ચાર્જ સેક્રેટરી પરસોત્તમ પરમારે 7 આરોપીઓ સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કેસમાં પોલીસ ધરપકડ ના કરે તે માટે મહેસાણાના સુનિલ રાવલ અને ઉનાના કલ્પેશ દેસાવલે ગ્રામ્ય ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. અરજીનો વિરોધ કરતા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના એડ્વોકેટ પ્રકાશ પટેલે સોગંદનામું રજૂ કરી રજૂઆત કરેલી કે, આરોપીઓએ કાવતરું કરીને બોગસ દસ્તાવેજો બનાવ્યા હતાં. રાજસ્થાનની ઓપીજેએસ યુનિ. ચુરુ, રાજસ્થાનની એલ.એલ.બીની માર્કશીટ તેમજ સુનિલકુમારે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિ. પાટણની એલ.એલ.બીની માર્કશીટ રજૂ કરી છે. માર્કશીટો બોગસ છે. બોગસ દસ્તાવેજો બનાવનારા મુખ્ય ષડયંત્રકારીઓને પકડવા જરૂરી છે. આથી આરોપીઓના જામીન નામંજૂર કરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...