તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • AMTSની અઢી કરોડના ભંગારની ટેન્ડરની ફાઈલ રહસ્યમય રીતે ગુમ

AMTSની અઢી કરોડના ભંગારની ટેન્ડરની ફાઈલ રહસ્યમય રીતે ગુમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમ્યુનિ. કોર્પોરેશન સંચાલિત ટ્રાન્સપોર્ટ સર્વિસમાં અઢી કરોડના ભંગાર વેચવાની મૂળ ફાઈલ રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગઈ છે. પણ કૌભાંડ માટે ફાઈલ ગુમ કરાઈ હોવાનો આક્ષેપ વિપક્ષી સીનિયર સભ્ય બદરૂદ્દીન શેખે કર્યો છે. મૂળ ફાઈલમાં ક્યા પ્રકારનો ભંગાર વેચવાનો હતો તેની વિગતો હતી. તમામ પ્રકારનો સ્ક્રેપ બારોબાર વેચી મલાઈ મેળવી શકાય તે ઈરાદે ફાઈલ ગુમ થયાનો આક્ષેપ કરાયો છે.

બદરૂદ્દીન શેખના કહેવા પ્રમાણે, ‘એએમટીએસની મળેલી કમિટીમાં રૂ.અઢી કરોડનો ભંગાર વેચાણનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દરખાસ્ત મ્યુનિ.ની મળેલી સામાન્ય બોર્ડ બેઠકમાં પણ મંજૂર કરાઈ હતી. તે ટેન્ડરની મૂળ ફાઈલ ગુમ થઈ છે. ફાઈલ ગુમ થઈ છે કે ગુમ કરવામાં આવી છે એક તપાસનો વિષય છે. ફાઈલ ગુમ કરવા પાછળ મોટી ગેરરીતિ કરવાની આશંકા સેવાઈ રહી છે.’

અન્ય સમાચારો પણ છે...