• Gujarati News
  • National
  • રોજમદારોને કાયમી કરવા હાઇકોર્ટમાં થયેલી અરજીનો ઝડપી નિકાલ લાવવા સૂચના

રોજમદારોને કાયમી કરવા હાઇકોર્ટમાં થયેલી અરજીનો ઝડપી નિકાલ લાવવા સૂચના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
1 રોજમદારને દૂર કરવાના આદેશ પર સ્ટે

સરકાર તેના ઠરાવનું પાલન કરતી નથી

રાજ્ય સરકાર દ્વારા તેમના ઠરાવના પાલન માટે લોકોએ હાઇકોર્ટ સુધી આવવું પડે છે તે તબક્કે તમામ કેસો એક બોર્ડ પર મૂકવામાં આવે જેથી કેસોનો ઝડપી નિકાલ થઇ શકે. જામનગરમાં એક રોજમદાર ડ્રાઇવરને તેમને નોકરીમાંથી દૂર કરવાના હુકમને હાઇકોર્ટે સ્ટે કરી દીધો છે.

જામનગર વન વિભાગમાં રોજમદાર ડ્રાઇવર તરીકે નોકરી કરતા દીપલભાઇ જેઠવાએ એડ્વોકેટ કૃણાલ પંડ્યા મારફત કરેલી પિટિશનમાં એવી રજૂઆત કરી હતી કે, તેને 10મી સપ્ટેમ્બર 2010ના રોજ વન વિભાગે રોજમદાર તરીકેથી દૂર કરતા તેણે મામલાને લેબર કોર્ટમાં પડકારી હતી.

જામનગર લેબર કોર્ટે 28મી માર્ચ 2016ના રોજ હુકમ કરી તેમને ફરીથી નોકરી પર લેવા આદેશ કરી તેમની નોકરી સળંગ ગણવા પણ આદેશ આપ્યો હતો. જે હુકમનો વન વિભાગે અમલ કરી પાછળથી દોઢ વર્ષ પછી 1લી ઓગસ્ટ 2017ના રોજ તેમને એવા કારણસર ટર્મિનેટ કરવામાં આવ્યા કે વન વિભાગ તેમનો લેબર કોર્ટનો હુકમ હાઇકોર્ટમાં પડકારવા માગે છે. સરકારે તેમના 6થી એપ્રિલ 2016ના રોજ કરવામાં આવેલા ઠરાવનું પાલન કરવું જોઇએ.

તંત્ર દ્વારા તેમને લઘુતમ વેતન દર કરતા પણ ઓછું વળતર ચૂકવવામાં આવતું હતું. એટલું નહીં પરંતુ તંત્ર દ્વારા કોઇ પણ યોગ્ય કારણ સિવાય કે કુદરતી ન્યાયના સિદ્ધાંતોને અનુસર્યા સિવાય તેમને નોકરીમાંથી દૂર કરવાનો હુકમ કર્યો છે.

હાઇકોર્ટે સમગ્ર બાબતની ગંભીર નોંધ લીધી હતી. તેમજ પ્રકારે રાજ્ય સરકારના 17મી ઓક્ટોબર 1988ના ઠરાવને આધારે નિયત દિવસો નોકરી કરનાર રોજમદારને કાયમી કરવા તેમજ તેના લાભ આપવા નક્કી કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...