• Gujarati News
  • National
  • 4200 કરોડના હેરોઈન પ્રકરણમાં વધુ 2ની ધરપકડ, બંને મુંબઈના

4200 કરોડના હેરોઈન પ્રકરણમાં વધુ 2ની ધરપકડ, બંને મુંબઈના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરનજીક જહાજમાંથી પકડાયેલા 4500 કરોડના 1500 કિલો હેરોઈનની તપાસમાં એનસીબીએ વધુ બે આરોપી સુલેમાન સાદિક, સાઉદ અસલમ પટેલની ધરપકડ કરી છે. તપાસમાં 13 આરોપીની ધરપકડ કરાઈ છે.

હેરોઈન કેસની તપાસમાં જોડાયેલી નારકોટીકસ કંટ્રોલ બ્યુરોની ટીમે મુંબઈ ડોંગરીના રહેવાસી સુલેમાન અને સઇદ પટેલની ધરપકડ કરી છે. બંને ડ્રગ્સ કૌભાંડના મુખ્ય આરોપી વિશાલ યાદવ, ઈરફાન શેખના સંપર્કમાં હતા. વિશાલ, ઈરફાનની સૂચના પ્રમાણે બંનેને મુંબઈમાં હેરોઈનનો જથ્થો ખરીદનારા ગ્રાહકો શોધવાનું કામ સોંપવામાં આવ્યુ હતુ.

કેસની તપાસમાં દેશભરની સુરક્ષા-તપાસ એજન્સીઓ જોતરાઇ છે. હજુ ધરપકડો થવાની શકયતા પોલીસે નકારી નથી.

અન્ય સમાચારો પણ છે...