મફત કાનૂની સલાહ કેન્દ્ર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
18 વર્ષમાં 70,031 ફરિયાદમાં સમાધાન, માત્ર 240 કેસ પેન્ડિંગ

દેશમાંન્યાય માટે 3.5 કરોડથી પણ વધુ લોકો વર્ષોથી કોર્ટના ધક્કા ખાય છે અને કોર્ટ કેસ પાછળ આખું જીવન વિતાવી નાખે છે, ત્યારે શાહીબાગસ્થિત દેશના એકમાત્ર 24 કલાક કાનૂની સલાહ અને સેવા કેન્દ્રે 18 વર્ષમાં 70,271 લોકોમાંથી 70,031 લોકોની ફરિયાદોનું નિવારણ કોર્ટ બહાર કર્યું છે. હાલમાં ફક્ત 240 કેસ પેડિંગ છે. 4 જુલાઈ, 1999થી કેન્દ્ર શરૂ કરાયું હતું. કાનૂની સલાહ માટે ટોલ ફ્રી નંબર (1800 233 7966) પણ શરૂ કરાયો છે. 24 કલાક કાર્યરત હેલ્પલાઇનનો રોજ 10થી પણ વધુ લોકો લાભ લે છે. ગુજરાતના તમામ જિલ્લા કોર્ટ, તાલુકા કોર્ટ અને અન્ય કોઈ પણ કોર્ટ જે જગ્યાઓ હોય ત્યાં પ્રકારે મફત કાનૂની સલાહ અને સેવા આપવામાં આવે છે.

કઈ રીતે ન્યાય મળે છે?

કોઈપણ વ્યક્તિ લેખિતમાં ફરિયાદ નોંધાવે ત્યાર બાદ સલાહકાર ફરિયાદ સાંભળી સામે પક્ષે જે-તે વ્યક્તિને બોલાવી રજૂઆત સાંભળે છે. પછી ફરિયાદી અને સામા પક્ષને સાથે બેસાડીને સમાધાન લાવવામાં આવે છે. ભવિષ્યમાં બને પક્ષને મુશ્કેલી પડે તે માટે ઘણા કિસ્સામાં પોલીસની મદદ લેવામાં આવે છે. હાલમાં વિભાગ પાસે અનપેઇડ સલાહકાર 15 છે અને પેઇડ સલાહકાર 6 છે.

સલાહકોણ મેળવી શકે?

ગુજરાતરાજ્ય કાનૂની સેવાસત્તા મંડળમાં રૂ. 1 લાખથી ઓછી આવક ધરાવતા અનુસૂચિત જાતિ-જનજાતિની વ્યક્તિ, મહિલાઓ, બાળકો, કામદાર, માનસિક અસ્વસ્થ, માનવ વેપારના ભોગ બનેલા, કુદરતી આફતોનો ભોગ બનેલા, પોલીસ કસ્ટડીમાં હોય તેવા, ટ્રાન્સજેન્ડરને મફત કાનૂની સલાહ મળે છે. સિવાય 28 જેટલી સેવા ગુજરાત રાજ્ય કાનૂની સલાહ અને સેવાસત્તા મંડળ આપે છે.

દેશનું એકમાત્ર કાનૂની સલાહ અને સેવા કેન્દ્ર શાહીબાગ વિસ્તારમાં આવેલું છે.

અન્ય સમાચારો પણ છે...