• Gujarati News
  • National
  • ગાંધીવિચારમાં નપાસ, PhD અને એમફિલમાં 252 બેઠક ખાલી રહી

ગાંધીવિચારમાં નપાસ, PhD અને એમફિલમાં 252 બેઠક ખાલી રહી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કુલસચિવને પણ પ્રશ્નોના ઉત્તર નથી ખબર

ગૂજરાતવિદ્યાપીઠના નિમયને કારણે એમફીલની 123 બેઠકમાંથી 26 અને પીએચડીની 200 બેઠકમાંથી માત્ર 42 વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો છે. અનુક્રમે 97 અને 158 બેઠક ખાલી રહેવા છતાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે સંસ્થાના નિયમોની વાત રજૂ કરીને હાથ અધ્ધર કરી દે છે.

કુલપતિ ડૉ. અનામિક શાહને વિશે પૂછતાં તેમણે કહ્યું કે, સંસ્થાના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ પ્રવેશપરીક્ષામાં બેસે છે ત્યારે એમ સમજે છે કે એમને તો ‘ગાંધીવિચાર’ આવડે છે, જેથી તેઓ વિષયમાં નાપાસ થતા હોય છે. પરીક્ષા પહેલાં મુદ્દે મૅનેજમેન્ટનો વિચાર કરવામાં આવ્યો હતો કે ખાલી રહેતી બેઠકો પર કોને મુક્તિ આપવી પણ એકેડમિક બોડી દ્વારા પ્રવેશપરીક્ષાના નિયમોને આધીન પ્રવેશ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. વધુમાં કહ્યું હતું કે, ખાલી રહી ગયેલી બેઠક બાબતે અમારું મૅનેજમેન્ટ વિચારી રહ્યું છે અને અમારી આવનારી મીટિંગમાં બાબતે ચોક્કસ વિચારણા કરવામાં આવશે.

વિદ્યાપીઠના કુલસચિવ રાજેન્દ્ર ખીમાણીને ‘ગાંધીિવચાર’ વિષયના પ્રશ્નો પૂછતાં જવાબ આપી શક્યા નહોતા.

{રેંટિયામાંસુધારો કોણે દાખલ કર્યો હતો?

ખબરનથી (જવાબ- મગનલાલ ગાંધીએ)

{પેરિસમાં મહાપ્રદર્શન ક્યારે યોજાયું હતું?

ખબરનથી ( જવાબ- 1890માં)

{‘મળ્યો’ શીર્ષક હેઠળ શું આપવામાં આવ્યું છે?

ખબરનથી (જવાબ-રેટિંયાની વાત)

અન્ય પ્રશ્નો પૂછતાં તેમણે કહ્યું હતું કે મને નથી આવડતાં અને મને આવડવા જરૂરી પણ નથી.

ગૂજરાત વિદ્યાપીઠના પરીક્ષાના નિયમથી વિદ્યાર્થીઓ અટવાયા

અન્ય સમાચારો પણ છે...