• Gujarati News
  • National
  • શારદાબહેન હોસ્પિટલમાં બે વર્ષથી ઓક્સિજનની પાઈપ રિપેર થઈ નથી

શારદાબહેન હોસ્પિટલમાં બે વર્ષથી ઓક્સિજનની પાઈપ રિપેર થઈ નથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોરખપુરનીબાબા રાઘવદાસજી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલે રૂ. 69 લાખનું બિલ ચુકવતા ઓક્સિજન સપ્લાય કરતી કંપનીએ ઓક્સિજન સપ્લાય બંધ કરી દેતા 48 કલાકમાં 30 બાળકોનાં મોતનાં સમાચારથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે.

ત્યારે અમદાવાદની સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજનનાં સપ્લાય અને પુરવઠાની શું વ્યવસ્થા છે તે જાણવા માટે દિવ્ય ભાસ્કર દ્વારા સિવિલ, વીએસ, શારદાબહેન-એલજીની મુલાકાત લીધી હતી, જેમાં શારદાબહેનમાં બે વર્ષથી હોસ્પિટલમાં ઓક્સિજનનો સપ્લાય કરતી કોપરની પાઇપ વળી ગયાની લેખિતમાં ફરિયાદો કરી હોવા છતાં રિપેર થઇ નથી. હોસ્પિટલનાં અધિકારી-એજન્સીની સાંઠગાંઠને કારણે ઓક્સિજનનાં સિલિન્ડર અડધા ભરેલા આવે છે, જેનું બારોબાર બિલ બને છે.

સિવિલનાં આઇસીયુુ અને બાળકોનાં વોર્ડ સહિત અન્ય વોર્ડમાં ઓકિસજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે 1 લાખ 10 હજાર ક્યુબીક મીટર લીકવીડ ઓક્સિજન ટેન્ક તો છે સાથે ટ્રોમા સેન્ટર, ઓપરેશન થિયેટર અને સ્વાઇન ફલૂ આઇસોલેશન વોર્ડ માટે અલગથી સિલિન્ડરની વ્યવસ્થા છે. તેમજ ઓક્સિજન સિલિન્ડરો ભરેલંુ એક ટ્રેલર રિઝર્વમાં રખાય છે.વીએસમાં રોજ 2 હજાર કયુબીક મીટર ઓક્સિજનનો વપરાશ છે તેની સામે 5.5 ટનની લિકવીડ ઓક્સિજન ટેન્કની સાથે ઓલ્ડ ઇમરજન્સી અને નવા ટ્રોમા સેન્ટર પાસે સિલિન્ડરની અલગથી વ્યવસ્થા છે. એલજીમાં લિકવીડ ટેન્ક સહિત સિલિન્ડર ભરેલા બે ટ્રેલર હતા.

શારદાબહેન હોસ્પિટલમાં વળી ગયેલી ઓક્સિજનની પાઈપ.

પાઈપ વળી ગઈ છે તેની મને જાણ નથી

^હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો છે, ઓક્સિજનનો સપ્લાય કરતી પાઇપ વળી ગઇ છે તેની મને જાણ નથી. અંગે તપાસ કરીને યોગ્ય પગલા લઇશ. ઓકિસજનનાં સિલિન્ડર અડધા ભરેલા આવે છે તે અંગે ફરિયાદ મળી નથી પણ તપાસ કરાશે. > ડો.યોગેન્દ્ર મોદી, સુપરિટેન્ડેન્ટ,શારદાબહેન હોસ્પિટલ

UPની ઘટના બાદ સરકારી હોસ્પિટલમાં રિયાલિટી ચેક

અન્ય સમાચારો પણ છે...