• Gujarati News
  • National
  • અમદાવાદની એસ.જી.વી.પી.ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે હાલ સુબ્રતો મુખરજી અન્ડર 17નો ફૂટબાલ

અમદાવાદની એસ.જી.વી.પી.ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે હાલ સુબ્રતો મુખરજી અન્ડર 17નો ફૂટબાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદની એસ.જી.વી.પી.ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે હાલ સુબ્રતો મુખરજી અન્ડર 17નો ફૂટબાલ ક્લબ ચાલી રહ્યો છે. જેમાં અમદાવાદની 19 સ્કૂલોએ ભાગ લીધો છે. સુબ્રતો મુખરજી કપ કેન્દ્ર સરકાર દ્વારા આખા દેશમાં યોજવામાં આવે છે. જેનું આયોજન ભારતના દરેક ડિસ્ટ્રીક્ટમાં કરવામાં આવે છે. અમદાવાદમાં એસ.જી.વી.પી ઇન્ટરનેશનલ સ્કૂલે તેને હોસ્ટ કર્યો હતી. જેમાં અમદાવાદ સિટીમાં પણ કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદની જે.જી.ઇન્ટરનેશનલ સ્કૂલ, ડિવાઇન લાઇફ, હિરામણી ગુજરાતી મિડિયમ, મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ, નિર્માણ, આર.વી.એસ., નિરમા, એમ.એસ., સંત કબીર, રચના, આનંદ નિકેતન સેટેલાઇટ, હિરામણી અંગ્રેજી માધ્યમ, કોસ્મોસ, સેંટ ઝેવિયર્સ નરોડા, સેંટ ઝેવિયર્સ હાંસોલ, વેદાંત, એસ.જી.વી.પી, એ.આઇ.એસ.,ટર્ફ, ફલોરોસન્ટ અને સેંટ ઝેવિયર્સ લોયલા સ્કૂલે ભાગ લીધો હતો. આજે સ્પર્ધાના પ્રથમ રાઉન્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ મેચમાં નિર્માણ સ્કૂલે નિરમા સ્કૂલને 2-0થી હરાવી હતી. બીજી મેચમાં સેંટ ઝેવિયર્સ નરોડાએ વેદાંત સ્કૂલને પેનલ્ટીમાં 3-2થી હરાવી હતી. સંત કબીર અને એમ.એસ વચ્ચે રમાયેલી ત્રીજી મેચમાં સંત કબીર 4-0થી વિજેતા બની હતી.

ચોથી મેચમાં હિરામણી અંગ્રેજી માધ્યમનો 7-0થી કોસ્મોસ સામેે વિજય થયો હતો. આનંદ નિકેતન સેટેલાઇટ સ્કૂલનો પાંચમી મેચમાં 2-0 થી રચના સ્કૂલ સામે વિજય થયો હતો. જે.જી.સ્કૂલની ટીમનો 9-0થી ભવ્ય વિજય ડિવાઇન લાઇફ સામે વિજય થયો હતો. ટુર્નામેન્ટની ક્વાટર ફાઇનલ અને સેમિફાઇનલ આજે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...