• Gujarati News
  • National
  • એનઆઈડીના ‘હંેગરમેન’ પ્રોફેસરને ‘ભારત વિકાસ એવોર્ડ’ અપાશે

એનઆઈડીના ‘હંેગરમેન’ પ્રોફેસરને ‘ભારત વિકાસ એવોર્ડ’ અપાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રોફેસરે બનાવ્યું ‘એની ટાઈમ એની પ્લેસ યુઝફુલ’ ટોઈલેટ

મહિલાઓનેપ્રાઈવેસી આપવા માટે એનઆઈડીના પ્રોફેસર પ્રવિણિસિંહએ ફર્ટિલાઈઝર બેગના કપડામાંથી હોલ્ડિંગ ટોઈલેટ બનાવ્યું છે. ટોઈલેટને એક પ્રકારની ચાર દિવાલો જેવું બનાવામાં આવ્યું છે. જેને તમે ગમે ત્યારે ખોલી શકો છો.

બામ્બુનો ક્રિએટિવ યુઝ કરવાની ટેકનિક અને યુનિક ડિઝાઈન ઈનોવેશનના કારણે પ્રોફેસર બામ્બુઆર્ટમાં એક્સપર્ટ તરીકે વર્લ્ડ લેવલ પર ખ્યાતિ પામ્યા છે. તેઓએ કપડા લટકાવવા માટેના હેંગરની 36 ડિઝાઈન બનાવી છે. જેમાની ઘણી ડિઝાઈન દેશના નામાંકિત લોકો વાપરે છે.

િસટી રિપોર્ટર | અમદાવાદ

નેશનલઈન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઈન (એનઆઈડી)ના ફર્નિચર એન્ડ ઈન્ટિરિયલ ડિઝાઈનના પ્રોફેસર અને હંેગરમેન તરીકે ઓળખાતા પ્રોફેસર પ્રવિણસિંહ સોલંકીની ઓરિસ્સા ગર્વમેન્ટ દ્વારા ‘ભારત વિકાસ એવોર્ડ’ માટે પસંદગી કરાઈ છે. 19 નવેમ્બરે ભૂવનેશ્વર ખાતે યુનિયન મિનિસ્ટ્રની હાજરીમાં એનઆઈડી પ્રોફેસરને એજ્યુકેશન કેટેગરીમાં એવોર્ડ અપાશે. એનઆઈડી ખાતે હાલ પ્રોફેસર તરીકે કામ કરતા ફેકલ્ટી પ્રવિણસિંહ બામ્બુ વર્કમાં એક્સપર્ટ છે. તેઓએ બામ્બુના ક્રિએટિવ યુઝ કરવાની વિવિધ પધ્ધતિઓ સાથે બામ્બુમાંથી વિવિધ પ્રોડક્ટ પણ ડિઝાઈન કરી છે. પ્રોફેસરના નેતૃત્વ હેઠળ પાસઆઉટ થયેલા વિદ્યાર્થીઓ હાલ વુડનવર્ક પર ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...