એસોચેમના ઉપક્રમે SME સેમિનાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
GSTના અમલથી SME સેક્ટરનો ઝડપી વિકાસ થશે

SME સેક્ટરનો દેશના જીડીપીમાં 60ટકા ફાળો

એસોચેમના ઉપક્રમે “જીએસટી અને સ્ટાર્ટઅપ”ના સેમિનારમાં રાજ્યસરકારના ઉદ્યોગવિભાગના જોઇન્ટ કમિશ્નર આર.એન.રાવલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 2015માં ઇન્ડસ્ટ્રીયલ પોલીસી તૈયાર કરી હતી જેમાં SME સેક્ટર- લઘુ અને મધ્યમ ઉદ્યોગો તેમજ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા અંગેની યોજનાઓનો સમાવેશ કરાયો છે. બીએસસી, SME પ્લેટફોર્મના હેડ અજય ઠાકુરે જણાવ્યું હતું કે, જીએસટી એકજ ટેક્ષ હોવાથી કરમાળખુ સરળ બન્યું છે અને તેની SMEના વિકાસ પર હકારાત્મક અસર થશે, SME સેક્ટરનું જીડીપીમાં 60 ટકા યોગદાન છે જે અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. રીસર્જન્ટ ઇન્ડિયાના મેનેજિંગ ડીરેકટર જ્યોતિપ્રકાશે જણાવ્યું કે, જીએસટીના અમલ પછી SME સેક્ટરનો વિકાસ થઇ રહ્યો છે. સીડબીના ડીજીએમ પ્રબોધકુમારે જણાવ્યું હતું કે, નવી ટેકનોલોજી થકી લાંબાગાળે નોંધપાત્ર વિકાસ થશે. જીએસટીના અમલને પગલે કરમાળખુ વધુ સરળ બનશે અને તેના લીધે તેનું પાલન અને બીઝનેસ કરવામાં પણ વેપારીઓને વધુ સરળતા થશે.

અન્ય સમાચારો પણ છે...