• Gujarati News
  • National
  • ‘જા બેટા કલ્યાણ હોગા’ કહી નાગો બાવો સોનાની વીંટી માળા લઇ ગયો

‘જા બેટા કલ્યાણ હોગા’ કહી નાગો બાવો સોનાની વીંટી- માળા લઇ ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંદિરનું સરનામું પૂછવાના બહાને વૃદ્ધને બેધ્યાન કરી ઊઠાંતરી

અંગે રાણીપ પોલીસે ગાડીના નંબર તેમજ સીસીટીવીના આધારે નાગા બાવા અને તેમના સાગરિતોની શોધખોળ શરુ કરી છે.

રાણીપ રાધાસ્વામી રોડ ઉપર આવેલી પાર્થ સોસાયટીમાં રહેતા કનૈયાલાલ કાપડિયા(63) સવારે 11 વાગ્યે શિવકુંજ સોસાયટીના ઝાંપા પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ગાડીના ચાલકે કનૈયાલાલને પૂછયું હતુ કે નિલકંઠ મહાદેવનું મંદિર કઇ જગ્યાએ આવેલુ છે. કનૈયાલાલે તેમને મંદિરે જવાનો રસ્તો બતાવ્યો હતો. જેથી ગાડીમાં ડ્રાયવરની બાજુની સીટમાં નિ:વસ્ત્ર બેઠેલા બાવાએ કનૈયાલાલને કહ્યું હતુ કે યહાં મેરે પાસ આવો ઔર મુજે રાસ્તા બતાવો, તેમ કહેતા કનૈયાલાલ તેમની નજીક ગયા હતા અને એડ્રેસ બતાવ્યુ હતુ. જેથી નાગા બાવાએ કનૈયાલાલનો હાથ પકડીને કહ્યું કે જા બેટા તેરા કલ્યાણ હો જાએગા. તેમ કહેતા કનૈયાલાલ બેધ્યાન થઇ ગયા હતા. જેથી નાગા બાવાએ કનૈયાલાલને કહ્યું હતુ કે તુમ્હારી ઘડી મુજે દેદો, જેથી કનૈયાલાલે ઘડિયાળ ઉતારીને આપી દીધી હતી. જો કે નાગાબાવાએ ઘડિયાળ પાછી આપીને છેલ્લી આંગળીમાં પહેરેલી વીંટી માંગતા કનૈયાલાલે તે આપી દીધી હતી.

નાગાબાવાએ કનૈયાલાલ પાસે સોનાની તુલસીની માળા માંગતા કનૈયાલાલે માળા ઉતારીને આપી દીધી હતી. જો કે વીંટી અને માળા (કિંમત રૂ.46 હજાર)ની લઇને ત્રણેય જણાં જતા રહ્યા હતા.

રાણીપ પીઆઈ વી.બી.પટેલે જણાવ્યું કે નાગા બાવાએ કનૈયાલાલ ઉપર કંઇક કરી દેતા તે બેધ્યાન થઇ ગયા હતા અને તે જે વસ્તુ માંગતા હતા તે તેમણે જાતે આપી હતી. જો કે કનૈયાલાલે આપેલા નંબર તેમજ સીસીટીવી ફુટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...