• Gujarati News
  • National
  • ગેરકાયદે લાઈટનો વાંધો લીધો, યુવતી પર કાચથી હુમલો

ગેરકાયદે લાઈટનો વાંધો લીધો, યુવતી પર કાચથી હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારેવરસાદથી બહેરામપુરાની ગ્રીન ક્રોસ સોસાયટીના એક મકાનમાં લાઈટ જતી રહેતા મકાન માલિકે પાડોશીના ઘરેથી ગેરકાયદે લાઈટનું કનેકશન લીધા બાદ પાડોશીની દીકરીને જેમતેમ બોલી તેના પર કાચથી હુમલો કર્યો હતો. 20 વર્ષીય યુવતીની હાથની નસો કપાઈ જતા તેને વીએસ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. પિતા પરેશ દવેએ કાગડાપીઠ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.

પરેશ દવેએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, શુક્રવારે પાડોશમાં રહેતા રાજુભાઈ પરમાર તેના ભાઈ યોગેશ પરમારે તેમના ઘરે લાઈટ કપાઈ જતા અમારા ઘરેથી લાઈટનું કનેકશન લીધું હતું. અમે ફરિયાદ કરતા અભદ્ર ભાષાનો ઉપયોગ કરી હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...