• Gujarati News
  • National
  • િસટીનો કેવિન પટેલ સુપર સીરીઝ ટુર્નામેન્ટમાં વિજેતા, વંશ રનર્સ અપ

િસટીનો કેવિન પટેલ સુપર સીરીઝ ટુર્નામેન્ટમાં વિજેતા, વંશ રનર્સ અપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડાબેથી આર્યન ઝવેરી, કેવિન પટેલ, રેફરિ સોમનાથ ઉદિત ગોગોઇ અને વંશ ભગતાની

અમદાવાદના કેવિનપટેલે ગુવાહાટી ખાતે યોજાયેલી સુપર સીરીઝ ટુર્નામેન્ટની બોય્સ અન્ડર 16 ડબલ્સમાં વિજેતા બન્યો હતો. કેવિન અને તેના જોડીદાર વડોદરાના આર્યને અમદાવાદના વંશ અને ઉદિતને 6-2, 6-4 હરાવ્યા હતા. કેવિન અને આર્યને સેમિફાઇનલમાં કર્ણાટકના હર્ષ અને સંજિથને 6-2, 6-1થી હરાવ્યા હતા. સિંગલ્સમાં કેવિન અસમના ઉદિત ગોગોઇ સામે 6-2, 5-7, 1-6થી હાર પામ્યો હતો. પરંતુ કેવિનનું પ્રથમ રાઉન્ડથી સેમિફાઇનલ સુધીનું પ્રફોમન્સ અદ્દભુત હતું. કેવિને સેમિફાઇનલમાં ગુજરાતના અર્જુનને 6-1, 6-0થી હરાવ્યો હતો. કવાટર ફાઇનલમાં આકાશને 6-1, 6-0થી હરાવ્યો હતો. કેવિન અમદાવાદની ટેર્ફ શાળાના 12માં ધોરણમાં ભણે છે. અમદાવાદનો વંશ ન્યુ સમરથ શાળાનો વિદ્યાર્થી છે. બન્ને શૈષ્ય એકેડેમીના વિદ્યાર્થીઓ છે.

Tennis

અન્ય સમાચારો પણ છે...