• Gujarati News
  • National
  • જો કે વિદ્યાર્થીઓનો પ્રવેશ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધિન રહેશે

જો કે વિદ્યાર્થીઓનો પ્રવેશ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધિન રહેશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
LJમાં વિદ્યાર્થીને પ્રવેશ આપવા માટે હાઇકોર્ટનો શરતી આદેશ

ફાર્મસીકાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ ટેક્નિકલ એજ્યુકેશન પૈકી ડિપ્લોમા ફાર્મસીમાં પ્રવેશ આપવાની સત્તા કોની તે મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે એલ.જે. કોલેજ ઓફ ફાર્મસીને બહાર કાઢવાના AICTEના નિર્ણયને હાઇકોર્ટે રદ્ કર્યો છે. વિદ્યાર્થીઓને સુપ્રિમ કોર્ટના ચુકાદાને આધિન શરતી પ્રવેશ આપવા દેવા માટે આદેશ આપ્યો છે.

AICTE દ્વારા એવો નિર્ણય લેવાયો હતો કે, 2017-18 માટે એલ.જે. કોલેજ ઓફ ફાર્મસીને પ્રતિબંધિત જાહેર કરવી. તંત્રના નિર્ણયને હાઇકોર્ટમાં પડકારતાં રજૂઆત કરવામાં આવી હતી કે, મામલે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, ફાર્મસી કાઉન્સિલ કે AICTE કોણ નક્કી કરી શકે કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો. 2015માં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કોલેજો વિદ્યાર્થીઓને ડિપ્લોમા ફાર્મસીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકે છે પરંતુ તેમનો પ્રવેશ ચુકાદાને આધિન રહેશે.

જો કે તેમ છતાં તંત્રએ 15 -16મી જૂન 2017ના રોજ મળેલી એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં કોલેજની કેટલીક ખામીઓ હોવાનું દર્શાવી પ્રતિબંધિત કરી હતી. બંને પક્ષોની દલીલો ધ્યાને લઇ જસ્ટિસ એસ.જી. શાહે એલ.જે. કોલેજ ઓફ ફાર્મસીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે માન્યતા આપવા આદેશ આપ્યો છે. જો કે, તે પ્રવેશ સુપ્રીમ કોર્ટના ચુકાદાને આધિન રહેશે અને કોલેજ સત્તાવાળાઓએ તે સંપૂર્ણ સ્થિતિથી પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને વાકેફ કરવાના રહેશે.

અન્ય સમાચારો પણ છે...