• Gujarati News
  • National
  • મનપસંદ જિલ્લામાં પોલીસ બદલીની મર્યાદા 5 વર્ષથી ઘટાડી દેવાઇ

મનપસંદ જિલ્લામાં પોલીસ બદલીની મર્યાદા 5 વર્ષથી ઘટાડી દેવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલા પોલીસ 1 વર્ષ, પુરુષ પોલીસ 2 વર્ષ બાદ મનપસંદ બદલી કરાવી શકશે

ગુજરાતપોલીસમાં ફરજ બજાવતા 70 હજાર જેટલા પોલીસ કર્મચારી માટે સારા સમાચાર છે. તેમને મનપસંદ જિલ્લામાં બદલી કરાવવા માટે 5 વર્ષ સુધી રાહ જોવી નહીં પડે. રાજ્ય સરકારે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલો માટે બદલીની મર્યાદા 5 વર્ષથી ઘટાડીને મહિલા પોલીસ માટે 1 વર્ષ જ્યારે પુરુષ પોલીસ માટે 2 વર્ષ કરી દેવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં પરિપત્ર કરીને રાજ્યના તમામ પોલીસ કમિશનર, રેન્જ ડીઆઈજી અને જિલ્લા પોલીસ વડાઓને જાણ કરાઈ છે. જેના કારણે નોકરીમાં 1 વર્ષ પૂરા કરનારી મહિલા પોલીસ કર્મચારીઓ અને 2 વર્ષ પૂરા કરનારા પોલીસ કર્મીઓ મનપસંદ જિલ્લામાં બદલી કરાવવાની કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાત પોલીસમાં હાલ 1.15 લાખ પોલીસકર્મીઓ છે. જેમાં કોન્સ્ટેબલ, હે.કોન્સ્ટેબલ, ASI, PSI, PI, DySP તેમજ IPS અધિકારીઓ તેમજ SRPના જવાનોનો સમાવેશ થાય છે. જેમાં 10 હજાર જેટલી મહિલા પોલીસ સાથે કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલોની સંખ્યા અંદાજે 70 હજાર જેટલી છે.

મહિલા પોલીસ કર્મીઓની તકલીફોને લીધે નિર્ણય

ગુજરાત પોલીસમાં હાલમાં 10 હજાર જેટલી મહિલાઓ ફરજ બજાવી રહી છે જેમને વતન, ઘર -પરિવારના સભ્યોથી દૂર રહીને નોકરી કરવામાં બહુ તકલીફ પડતી હોવાથી સમય મર્યાદા ઘટાડવામાં આવી છે.

પોલીસકર્મીઓ પરિવારના સાથે રહીને નોકરી કરી શકશે

^અગાઉપોલીસ ખાતામાં ભરતી થયા બાદ મનપસંદ જિલ્લામાં બદલી કરાવવા માટે પોલીસ કર્મચારીઓને 5 વર્ષ સુધી રાહ જોવી પડતી હતી. > મોહન ઝા. એડિશનલ ડીજી.

અન્ય સમાચારો પણ છે...