• Gujarati News
  • National
  • કાવાદાવા : LGના ડીનના એક્સ્ટેન્શનની ફાઇલ તૈયાર

કાવાદાવા : LGના ડીનના એક્સ્ટેન્શનની ફાઇલ તૈયાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેશનના કાવાદાવાનો કિસ્સો એલજી મેડિકલ કૉલેજમાંથી બહાર આવ્યો છે. ટૂંક સમયમાં નિવૃત્ત થતાં ત્રણમાંથી બે અધિકારીને બાજુ પર મૂકીને રાજકીય વગ ધરાવતાં કૉલેજના ડીન અને ગાયનેક વિભાગના પ્રોફેસર અને વડા ડૉ. દીપ્તિબહેન શાહને એક્સ્ટેન્શન આપવાનો કારસો કોર્પોરેશને ઘડી કાઢ્યો છે. બારોબાર તેમના એક્સ્ટેન્શનની ફાઇલ પણ તૈયાર કરી દેવાઈ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, મેડિકલ કૉલેજના એનેસ્થેસિયા વિભાગના વડા અને સુપરિટેન્ડેન્ટ ડૉ. ચારૂબહેન પંડ્યા, 31 જુલાઈએ જ્યારે ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. પીયૂષ પરીખ અને કૉલેજના ડીન ડૉ. દીપ્તિ શાહ પણ નિવૃત્ત થશે. ત્રણેય અધિકારીઓને ગુજરાત યુનિવર્સિટી લૉ મુજબ 30-11 સુધી એક્સ્ટેન્શન મળશે, પરંતુ કોર્પોરેશને ડૉ. પંડ્યા અને ડૉ. પરીખને એક બાજુ મૂકીને રાજકીય વગ ધરાવતાં ડૉ. દીપ્તિબહેનને વધુ એક વર્ષનું એક્સ્ટેન્શન આપવાનો કારસો ઘડી કાઢ્યો છે. ડૉ. દીપ્તિબહેનના એક્સટેન્શન વિશે પૂછતાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારને પૂછતાં તેમણે કહ્યું હતું કે, મારી પાસે ડૉ. દીપ્તિ શાહની ફાઇલ આવી નથી. આવશે પછી જોઈશું.

અન્ય સમાચારો પણ છે...