તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રૂ. 5.13 લાખના મોબાઈલ ચોરી કરનારા 4 ઝબ્બે

રૂ. 5.13 લાખના મોબાઈલ ચોરી કરનારા 4 ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વસ્ત્રાપુરલાડ સોસાયટી રોડ ઉપર આવેલી સાંઈનાથ મોબાઈલ ઝોન નામની દુકાનમાંથી 93 મોબાઈલ ફોન, પેઈન ડ્રાઈવ, ડોંગલ તેમજ એસેસરિઝ મળીને કુલ રૂ.5.13 લાખની કિંમતના મુદ્દામાલની ચોરી કરનારા 4 ચોર સિદ્દીક ઉર્ફે જગો બેલીમ(40), આસીક રૂપાલ વોરા(27), મોઈન ઉર્ફે મંડઈ શેખ(25) અને સરફરાજ ઉર્ફે શફો મલેક(27)ની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. જેમાં તેમણે સાંઈનાથ મોબાઈલ ઝોનમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસ પૂછપરછમાં તેમણે વાહન ચોરીના પણ ગુના કર્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...