તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર િવશેષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદનાશાહપુર અને માઘવપુરાના આઠ લોકોએ પ્રતિવર્ષની જેમ વર્ષે પણ અમરનાથની યાત્રા કરવાનો નિર્ણય કર્યો હતો અને તમામ દસ્તાવેજી પ્રકિયા પૂર્ણ કરી હતી. અંગે વાત કરતાં સંદીપ ચૌહાણે જણાવ્યું હતુ કે અમને 30મી જૂન અમરનાથની યાત્રાની તારીખ આપવામાં આવી હતી, અમે અમદાવાદથી કાર મારફતે 24મીના રોજ જમ્મુ પહોંચી ગયા હતા. ત્યારબાદ બાલતાલમાં પહોંચી બે દિવસ હોલ્ટ કર્યો, અમારે 29મીના રોજ વહેલી સવારથી અમરનાથ ગુફા તરફ જવાની શરૂઆત કરવાની હતી, બે દિવસ પહેલાં ખૂબ વરસાદ પડ્યો હતો જો કે અમે નીકળ્યા ત્યારે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. માર્ગમાં હજુ કોઈ યાત્રીઓની ભીડ જામી નહતી, પરંતુ ભંડારાઓ અને યાત્રાળુઓની સેવા કરનારી સંસ્થાઓના ટેન્ટ નજરે પડતાં હતા. પરિસ્થિતિમાં અમે ટેન્ટમાં બે દિવસ રહ્યા, લશ્કરના જવાનોને અમારી સાથે ભોજન કરવાની ઓફર કરી જેને તેમણે સ્વીકારી પણ ફરજ ઉપર જમ્યા હતા.

અંતે ગુફામાં પહોંચી અમે દર્શન કરી હેમખેમ પરત ફર્યા. પાછા વળતા અમને લશ્કરના વાહનો ઉપર લગાવેલા માઈકમાં થતી જાહેરાત સાંભળી કે હવે યાત્રાળુ પાછા ફરે અને જે માર્ગમાં છે તેઓને માત્ર કોન્વોયમાં લઈ જવાશે. ત્યારપછી અમરનાથ યાત્રા બંધ કરવાના સમાચાર અમને મળ્યા. અન્ય યાત્રાળુઓ અશોક મારવાડી, નરેશ મારવાડી, પ્રવીણ ઠાકોર, પપ્પુ મારવાડી, કિશોર પઢિયાર, સાગર વાઘેલા, સાગર મોદી અને સંજય શ્રીમાળી ગ્રુપમાં હતા.

અમરનાથના દર્શન કરી અમદાવાદનું ગ્રુપ સોપ્રથમ પરત

અન્ય સમાચારો પણ છે...