તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મુક્તક કાપડિયાને હાઇકોર્ટે આંશિક રાહત આપી

મુક્તક કાપડિયાને હાઇકોર્ટે આંશિક રાહત આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એચ.બી.કાપડિયા સ્કૂલ પાસે સીબીએસઇની માન્યતા નહીં હોવા છતાં પણ 400 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી તેમની પાસેથી ફી લેવાના મામલે ટ્રસ્ટી મુક્તક કાપડિયાને નીચલી અદાલતે જામીન રદ્ કરતા હાઇકોર્ટમાં થયેલી પિટિશનમાં તેમને રાહત આપી આગામી 14મી ઓગસ્ટ પર કેસની વધુ સુનાવણી મુલતવી રાખી ત્યાં સુધી આરોપીની ધરપકડ સામે સ્ટે આપ્યો છે.

મુક્તક કાપડિયાએ નીચલી અદાલતના ચુકાદાને હાઇકોર્ટ સમક્ષ પડકારી હુકમ ભૂલભરેલો હોવાથી રદ્ કરવા દાદ માગી હતી. જેમાં ઘાટલોડિયા પોલીસ મથકના કેસમાં જામીન ચાલુ રાખવા માગ કરી હતી. કેસની અંતિમ નિકાલ સુધી સ્ટે આપવા દાદ માગવામાં આવી હતી. શાળા દ્વારા વાલીઓને લેખિત કે મૌખિક ક્યારેય એવું કહ્યું નથી કે શાળા સીબીએસઇ માન્યતા પ્રાપ્ત છે. શાળા સીબીએસઇની પેટર્ન પર આગામી દિવસોમાં કાર્યરત થશે તે હકીકતનું વાલીઓ દ્વારા ખોટું અર્થઘટન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...