તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાણીપમાં 20 મિનિટમાં બે ચેઈન સ્નેચિંગથી હાહાકાર

રાણીપમાં 20 મિનિટમાં બે ચેઈન સ્નેચિંગથી હાહાકાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાણીપમાંધૂમ સ્ટાઈલે બાઈક ઉપર નીકળેલા બે ચેઈન સ્નેચરે 20 મિનિટમાં બે મહિલાઓનાં ગળામાંથી સોનાના દોરા તોડી આતંક મચાવી દીધો હતો. સ્નેચિંગની એક ઘટના તો સાંસદ ડો. કિરીટ સોલંકીના ઘર પાસે બની હતી. બંને ઘટનાઓને અંજામ આપીને સ્નેચરો ભાગી ગયા છે.

રાણીપના સ્મિતાબહેન સહાય (58) સોમવારે સવારે સાંસદ ડો.સોલંકીના ઘર નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યારે રોંગ સાઈડમાં પલ્સર બાઈક ઉપર આવેલા 2 સ્નેચર તેમના ગળામાંથીી રૂ. 30 હજારનો સોનાનો દોરો તોડી ગયા હતા.

ત્યાં રાણીપના જ્યોતિબહેન દરજી બલોલનગર પાસેથી પસાર થઇ રહ્યાં હતાં ત્યારે રોંગ સાઈડમાં કાળા રંગની બાઈક ઉપર બે યુવાનો નજીક આવ્યા હતા અને 30 હજારનો દોરો તોડી ભાગ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...