તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેડિકલ ડેન્ટલ પેરા મેડિકલમાં પ્રવેશ માટે આજથી પિન અપાશે

મેડિકલ-ડેન્ટલ-પેરા મેડિકલમાં પ્રવેશ માટે આજથી પિન અપાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

મેડિકલ-ડેન્ટલ-આયુર્વેદસહિતના પેરા મેડિકલ કોર્સની 14 હજારથી વધુ બેઠકો પરના ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમની જાહેરાત પ્રવેશ કમિટીએ મંગળવારે કરી છે. રાજ્યની એક્સિસ બેન્કની માન્યતા પ્રાપ્ત 103 શાખામાંથી 18 જુલાઈ સુધી રૂ. 200ની ચૂકવણી પર પિન અપાશે. જ્યારે 13મીથી 19મી જુલાઈ દરમિયાન રાતના 12 સુધીમાં પ્રવેશ કમિટીની વેબસાઈટ www.medguj.nic.in પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. જ્યારે પ્રવેશ કમિટી દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 23મી જુલાઈ,2017ના રોજ જાહેર કરાશે.

વિદ્યાર્થીઓ પ્રવેશ કમિટીએ માન્ય કરેલ નિર્ધારિત 32 હેલ્પસેન્ટરો પરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન તેમજ પ્રમાણપત્રોની ચકાસણી કરીને જમા કરાવવાની કાર્યવાહી હાથ ધરી શકશે.

મેડિકલ, ડેન્ટલ તથા પેરા મેડિકલ કોર્સની સરકારી બેઠકોના (75 ટકા), મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોના ( 10 ટકા), એનઆરઆઈ ક્વોટાની બેઠકોના (15 ટકા) બેઠકો પર પ્રવેશ માટે એક પ્રવેશ ફોર્મ ભરવાનું રહેશે.

પ્રવેશ કાર્યવાહી નીટના આધારે હાથ ધરાશે

પ્રવેશકમિટીના ઉપક્રમે મેડિકલ-ડેન્ટલ-આયુર્વેદ,હોમિયોપથી, નેચરોપથીની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી નીટના આધારે હાથ ધરાશે,જ્યારે બીએસસી નર્સિંગ, ફિઝિયોથેરપી સહિતની પેરા મેડિકલની બેઠકોની પ્રવેશ કાર્યવાહી ધો 12 સાયન્સના વિદ્યાર્થીઓના પરિણામના આધારે હાથ ધરાશે.

સિંગલવિન્ડો સિસ્ટમ મુજબ પ્રવેશ અપાશે

^પ્રવેશકાર્યવાહી સિંગલ વિન્ડો સિસ્ટમ મુજબ ઓનલાઈન હાથ ધરાશે. ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી હોવાથી એનઆરઆઈ ક્વોટાની સીટ પર પ્રવેશ ઈચ્છુક સિવાયના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ગાંધીનગર ખાતે આવવું નહીં પડે. > ડો.જે. જી બુચ, મેમ્બર, મેડિકલ-ડેન્ટલ પેરા મેડિકલ પ્રવેશ કમિટી

બેઠકો પર થશે પ્રવેશ કાર્યવાહી

બ્રાન્ચ બેઠકો

મેડિકલ 3630

ડેન્ટલ 1155

હોમિયોપથી 1850

આયુર્વેદ 1450

નેચરોપથી 80

ફિઝિયોથેરપી 4000

B.Sc.નર્સિંગ 2980

ઓડિયોલોજી 25

ઓપ્ટોમેટ્રીની 155

ઓર્થોટિક્સ 10

કુલ બેઠકો 14995

13મીથી રજિસ્ટ્રેશન, એક્સિસ બેન્કમાં 18મી સુધી પિન મળશે

પેરા મેડિકલ કોર્સમાં ઓનલાઈન પ્રવેશ કાર્યક્રમની જાહેરાત

અન્ય સમાચારો પણ છે...