તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘મારા પતિની પાછળ બહેન કોણ બેઠાં છે તે મારે જાણવું છે’

‘મારા પતિની પાછળ બહેન કોણ બેઠાં છે તે મારે જાણવું છે’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાંપોલીસે ચાર રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવી દીધા છે જેના કારણે ઓટોમેટિક મેમો જનરેટ થઈ ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર વાહન ચાલકના ઘરે ઈમેમો પહોંચે છે. આના કારણે કેટલાય લફરાંબાજ પતિઓના ભાંડા ફૂટ્યા છે.

આવા એક કિસ્સામાં ચાંદલોડિયાની મહિલા તેમના પતિના 2 ઈમેમો લઇને ઘાટલોડિયા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને કહ્યું હતું કે મારા પતિના એન્ફિલ્ડની પાછળ બેઠેલી મહિલા કોણ છે તે મારે જાણવું છે. તમે મારી મદદ કરો. મહિલાની રજૂઆત સાંભળીને ઘડીભર પોલીસ પણ મૂંઝાઈ ગઈ અને પછી તેમની અરજી લઇને તપાસ શરૂ કરી છે.

ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા એક મહિલા 18 વર્ષના દીકરાને લઇને પહોંચી હતી. મહિલા પાસે 2 ઈમેમો હતા અને તે બંને હાટકેશ્વર સર્કલના હતા. તે બંને મેમામાં તેમના પતિ અને તેમની પાછળ દુપટ્ટો બાંધીને એક મહિલા બેઠી હતી. મહિલાએ પોલીસને કહ્યું હતું કે મારા પતિની પાછળ કોણ બેઠી છે તે મારે જાણવું છે.

જેથી પોલીસે તેમને કહ્યું કે તમારા કોઇ સંબંધી હશે. જેથી મહિલાએ કહ્યું કે હાટકેશ્વર અમારા કોઇ સંબંધી રહેતા નથી. પહેલો મેમો આવ્યો ત્યારે મહિલાએ પૂછતા પતિએ કહ્યું હતું કે મારી ઓફિસમાં નોકરી કરે છે. તેમની પાસે વાહન હોવાથી મારી પાછળ બેઠાં હતાં, બાકી કાંઈ નથી.

સીધા ઘરે આવતા ઈ-મેમો લફરાંબાજ પતિદેવોના ભાંડા ફોડે છે

મેમો લઈને આવેલા મહિલાના સવાલથી પોલીસ પણ મૂંઝાઈ

અન્ય સમાચારો પણ છે...