તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પાટીદાર યુવાનના અપમૃત્યુ બાદ આમરણાંત ઉપવાસ

પાટીદાર યુવાનના અપમૃત્યુ બાદ આમરણાંત ઉપવાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
101 પાટીદાર યુવકો મૂંડન કરાવી વિરોધ કરશે

મહેસાણામાં ઉપવાસ દરમિયાન મૃતકની માતાને ચક્કર આવ્યાં

ઉપવાસમાં વિજાપુર ધારાસભ્ય સાથે 35 વ્યક્તિઓ જોડાઈ

કેતન પટેલના મૃત્યુંએ અનેક રહસ્યો સર્જયા છે ત્યારે ન્યાયની માંગણી સાથે શુક્રવારે સવારે 9 વાગ્યે કેતનની લાશ જ્યા પડી હતી તે કોલ્ડરૂમની સામે વિજાપુરના ધારાસભ્ય પી.આર.પટેલ સહિત 35 પાટીદારો ઉપવાસ કાર્યક્રમમા જોડાયા હતા. જેમાં મૃતકની માતા રમીલાબેન, ફોઇ સુસીલાબેન પ્રવિણભાઇ અને પિતરાઇ બહેન રીના પટેલ ચક્કર ખાઇને પડી ગયા હતા.જેમને તાત્કાલિક સારવાર માટે મહેસાણા સીવીલમા ખસેડ્યા હતા અને ગ્લુકોઝના બાટલા ચઢાવવામા આવ્યા હતા. બાબુ માંગુકિયાએ જણાવ્યું હતું કે જ્યા સુધી જે.કે.ભટ્ટ મહેસાણામા છે ત્યાં સુધી સરકાર કે તેમના અધિકારીઓ સાથે કોઇ ચર્ચા કરવાનો નિર્ણય લેવાયો છે. સાથોસાથ આપવા પાત્ર ફરિયાદ પણ નહી અપાય.

મૃતકની માતાને ચક્કર આવી ગયાં હતાં.

મહિલાઓ થાળીઓ લાવી

મોબાઇલમાંગૃપ મેસેજો થતાં થાળી-વેલણ લઇને 300થી વધુ મહિલાઓ સીવીલમા આવી પહોચી હતી.પરંતુ કોર્ટે રી પોસ્ટમોર્ટમની આપેલી મંજૂરીને પગલે સમગ્ર કાર્યક્રમ મુલત્વી રહેતા પોસ્ટમોર્ટમ બાદ મહિલાઓને વાહનોમા રવાના કરાઇ હતી.

કેતન પટેલના અપમૃત્યુના કેસે પાટીદારોમા અચંપાભરી સ્થિતિ સર્જી છે.શનિવારે સવારે 9 વાગ્યા બાદ સીવીલમા કોલ્ડરૂમની બહાર 101 જેટલા પાટીદાર યુવકો મુંડણ કરાવીને કેતનના આત્માને શાંતિ માટેની પ્રાર્થના કરશે.

પાલનપુર-અમદાવાદ વચ્ચે બસોની ટ્રિપો રદ

પાલનપુર| વિસનગરના કડા રોડ ઉપર ટોળાંએ બસને આગ ચાંપી નુકસાન કર્યું હતું. જે ઘટનાને લઇ પાલનપુર એસટી વિભાગ દ્વારા પાલનપુર-અમદાવાદ વચ્ચેની તમામ બસો બંધ કરી હતી. વિસનગર ડેપોની 700 ટ્રીપોે પણ કેન્સલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...