તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોદી ફેસ્ટમાં કેન્દ્રીય મંત્રી મોડા આવ્યા, શિક્ષકો પરેશાન

મોદી ફેસ્ટમાં કેન્દ્રીય મંત્રી મોડા આવ્યા, શિક્ષકો પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યોગ દિવસ પૂર્વે શિક્ષકોને તાલીમનો કાર્યક્રમ

આગામી 21મી જૂને આયોજિત વિશ્વ યોગ દિવસ નિમિત્તે દરેક સ્કૂલોમાંથી બે શિક્ષકોને બોલાવીને યોગની તાલીમ આપવામાં આવી રહી છે. જેના અનુસંધાનમાં શહેરના શિક્ષકોને કાંકરીયા કાર્યક્રમ સ્થળે લઈ જવાયા હતા, પરંતુ કેન્દ્રીય મંત્રી નિર્ધારિત કાર્યક્રમ પ્રમાણે સવારે 9.30ના બદલે લગભગ એકથી દોઢ કલાક વિલંબથી આવતા શિક્ષકોને સવારે ચ્હા-પાણી કરાવ્યા વિના કાર્યક્રમ સ્થળે લવાયા હતા.

જેના કારણે શિક્ષકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાની ફરીયાદ કરી હતી. તેમણે સબંધિત સત્તાવાળાઓને રજૂઆત કરી હોવા છતાં કોઈ ફરક પડ્યો હતો.

શિક્ષકોને યોગની તાલીમ માટે વહેલી સવારે ઘરેથી બોલાવી શુક્રવારે કાંકરિયા કેન્દ્રીય મંત્રીના કાર્યક્રમમા લાવવામાં આવ્યા હતા પણ કેન્દ્રીય મંત્રી મોડા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...