• Gujarati News
  • National
  • શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં તો આંદોલન

શિક્ષકોના પ્રશ્નોનું નિરાકરણ નહીં તો આંદોલન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજયના250થી વધુ ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકોની બેઠક તાજેતરમાં અમદાવાદ ખાતે મળી હતી. બેઠકમાં ગ્રાન્ટેડ હાઇસ્કૂલના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નોની ચર્ચા કરાઇ હતી. જો પ્રશ્નોનો તાકિદે નીકાલ નહી આવે તો આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની રણનીતી ઘડાઇ હતી.

ગુજરાત રાજયના દરેક જિલ્લાના ગ્રાન્ટેડ શાળાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની બેઠક તાજેતરમાં અમદાવાદ ખાતે મળી હતી. બેઠકમાં દરેક જિલ્લાના પ્રમુખ, મંત્રી, મહામંડળના હોદ્દેદારો સહિત 250થી વધુ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો આગામી સમયમાં સરકાર સામે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી અપાઇ છે.

અંગે સુરેન્દ્રનગર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ હસમુખસિંહ પરમાર, મંત્રી ભૂપેન્દ્રસિંહ રાણા સહિતનાઓના જણાવાયા મુજબ સરકાર દ્વારા સાતમા પગાર પંચની જાહેરાત તાકિદે કરવામાં આવે, ફિકસ પગાર વધારાની જાહેરાતો અમલ તા. 2-7-99થી કરવામાં આવે, નિવૃતી વય મર્યાદા 60 વર્ષની કરવામાં આવે, ઉચ્ચતર પગાર ધોરણ માટે હિન્દી વિષયની પરીક્ષામાંથી મુકિત, સીસીસી પાસ કરેલ હોય તેવા શિક્ષકોના સીપીએફ ખાતા શરૂ કરવા, સુપરવાઇઝરનું મહેનતાણુ વધારવા જેવા પ્રશ્નોનો સરકાર દ્વારા તાકિદે ઉકેલ લાવવો જોઇએ.

ઉપરાંત હાલના મોંઘવારીના સમયમાં ગ્રાન્ટેડ હાઇસ્કૂલો માટે પરિણામ આધારીત નહી પરંતુ મોંઘવારી આધારીત ગ્રાંટની નીતી અમલમાં મૂકવાની અમારી માંગણી છે. જો પ્રશ્નો અંગે સરકાર તાકીદે નિરાકરણ નહી લાવે તો આગામી સમયમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઇ છે.

પરિણામ આધારીત નહી મોંઘવારી આધારીત ગ્રાંટની નીતી અમલમાં લાવવા માંગ

સમગ્ર રાજયના ઉ.મા. શિક્ષકોની અમદાવાદ ખાતે બેઠકમાં લેવાયેલ નિર્ણય

અન્ય સમાચારો પણ છે...