તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભક્તિ | 150 સંતોની ઉપસ્થિતમાં ભવ્ય આયોજન થયું : સમગ્ર જેતલપુરમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભક્તિ | 150 સંતોની ઉપસ્થિતમાં ભવ્ય આયોજન થયું : સમગ્ર જેતલપુરમાં શ્રદ્ધા અને ભક્તિનો અનોખો સંગમ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદજીલ્લાના દસક્રોઇ તાલુકાના જેતલપુરમા સ્વામીનારાયણ મંદિરનો ૧૯૧ મો વાર્ષીક પાટોત્સવ ૧૯ થી ૨૧ ફેબ્રુઆરી દરમીયાન ધામધૂમ પૂર્વક ઉજવવામા આવ્યો. પ.પૂ ધ.ધૂ ૧૦૦૮ આચાર્ય મહરાજશ્રી કૌશલેન્દ્ર મહરાજની આજ્ઞા અને આર્શીવાદથી મહંત સ્વામી આત્મપ્રકાશ દાસજી, તેમજ પુરૂષોત્તમ પ્રકાશદાસજી ના માર્ગદર્શન હેઠળ પાટોત્સવ વીધી કરવામા આવેલ.

પાટોત્સવ નીમીત્તે ૧૯ માર્ચના રોજ મહાવિષ્ણુયાગ,૨૦ માર્ચે ઠાકોરજીના અભીષેક માટે ભવ્ય જળયાત્રા,નુ આયોજન કરાયેલ જેમા જેતલપુર ગામની બહેનોએ મોટી સંખ્યામા કળશ અને શ્રીફળ સાથે દેવસરોવરનું પ્રસાદી જળ લઇને મંદિર સુધી યાત્રા કાઢેલ. પાટોત્સવ નીમીત્તે સત્સંગ ભજન કીર્તન તેમજ રાત્રે ડાયરો નુ આયોજન કરાયેલ. ૨૧ માર્ચના રોજ સવારે મંગળા આરતી, ઠાકોરજીનુ પૂજન, કરાયેલ ત્યારબાદ મહંત સ્વામીના હસ્તે વૈદીક મંત્રોચ્ચાર સાથે શ્રી રેવતી બલદેવજી હરિકૃષ્ણ મહારાજના સ્વરૂપનો મહાઅભીષેક કરાયેલ પાટોત્સવ નીમીત્તે અન્નકૂટ ભરવામા આવેલ .અન્નકૂટ તેમજ અભીષેકના દર્શનનો લ્હાવો ૨૫ હજાર કરતા વધુ હરીભકતોએ લીધેલ. પાટોત્સવમા ૧૫૦ થી વધારે સંતો ઉપસ્થીત રહી આર્શીવચન પાઠવેલ.અનેક હરી ભકતોએ સત્સંગનો લ્હાવો લુટેલ તેમજ પ્રસાદ ગ્રહણ કરેલ.

જેતલપુરમાં સ્વામીનારાયણ મંદિરનો પાટોત્સવ.તસવીર- સમીરપટેલ

જેતલપુર સ્વામીનારાયણ મંદિરનો પાટોત્સવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો