તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મીલ્સ ઓન વ્હીલ્સ: ફૂડ ટ્રક પાર્ક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મીલ્સ ઓન વ્હીલ્સ: ફૂડ ટ્રક પાર્ક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ફૂડરીવ્યૂઅર, ઝોમેટો

ફૂડ લવર અમદાવાદીઓ માટે રેસ્ટોરન્ટ ઉપરાંત ‘ફૂડ ટ્રક પાર્ક’નો કોન્સેપ્ટ પણ થોડા વખતથી ઉમેરાયો છે. વેજિટેરિયન ફૂડીઝ માટે શહેરના આલ્ફાવન મોલ પાછળ આવેલાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઘણા ફૂડ ટ્રક પાર્ક થયેલાં જોવા મળે છે. જેમાં પંજાબી, સાઉથ ઈન્ડિયન, ચાઈનિઝ, મેક્સિકન, પિત્ઝા, બર્ગર, ફ્રેન્કીસ વગેરે આઈટમ્સ ઉપલબ્ધ રહે છે.

અહીં પાર્ક થયેલાં 20 જેટલાં ફૂડ ટ્રકમાં તમને દરેક પ્રકારની વેરાયટી ખાવાના ઓપ્શન મળી રહેશે. ફૂડ ટ્રકમાં સ્વેગના છોલે કુલ્ચા, દિલ્હી-6ના આલુ ગોબી પરાઠા, એએફસીના બાસ્કેટ ચાટ, ચીલિ ગાર્લિક નૂડલ્સ, નાયલોન એક્સપ્રેસના ભાજીપાંવ, બ્રૂ એન્ડ બાઈટ્સના બર્ગર, વત્સલ કિચનનુ સિઝલિંગ બ્રાઉની. ઉપરાંત ફૂડ ટ્રકમાં તમને લાઈવ આઈસ્ક્રિમની મજા પણ માણી શકો છો.

ફૂડ ટ્રકની મુલાકાત વીકેન્ડમાં લો તો સારું. કારણ કે તે વખતે ભીડ વધુ હોય છે. આથી વીકેન્ડમાં જાવ તો થોડાં વહેલાં જવું. તમે પ્રી-પેઈડ કૂપન પણ ખરીદીને કોઈપણ ફૂડ ટ્રક પર ઉપયોગ કરી શકો છો.

આપણે ફેમિલી ફ્રેન્ડ સાથે હંમેશા રેસ્ટોરન્ટમાં તો જતાં હોઈએ પણ ક્યારેક ફૂડ ટ્રકની વાનગીની પણ મજા માણવા જેવી છે. તારાઓથી ટમટમતા ખુલ્લાં આકાશ તળે સંગીત સાથે અહીં ફૂડની મજા માણવાનો અનોખો લ્હાવો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો