તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 40 વર્ષની ઉંમરે 6 કલાકમાં 34 કિ.મી.ની દોડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

40 વર્ષની ઉંમરે 6 કલાકમાં 34 કિ.મી.ની દોડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
> આઈ રન ટુ ઈન્સપાયર અધર્સ

> આઈ રન ફોર વુમન એમ્પાવરમેન્ટ

> આઈ રન ફોર માર્ટર્સ ઓફ ઈન્ડિયન આર્મી

> આઈ રન ફોર માય સન વિનિત

> આઈ રન ફોર કોઝ સ્વચ્છભારત

લોકોને પ્રેરણા આપવાના ઉદ્દેશથી અલગ અલગ શહેરોમાં પ્રકારની સ્ટેડિયમ રન યોજાય છે. જેમાં એક ગ્રાઉન્ડમાં ગ્રૂપમાં લોંગ ડિસ્ટન્સ રનિંગ કરવાનું હોય છે. સ્ટેડિયમ રનમાં સિનિયર સિટિઝનો સહિત 123 લોકોએ ભાગ લીધો હતો.

મને ઓટો ઈમ્યુન ડિસિઝ છે. જેમાં મને હર્ફિઝના રોગ બાદ ધૂળ, પર્ફ્યુમ અને અમુક પ્રકારના ખોરાકની એલર્જી થઈ પછી પ્સોરાઈસિસ અને અર્ટિકેરિયા(એક જાતની એલર્જી) થયા. જે થોડી ઘણી દવાથી ક્યોર થયા પણ ત્યારબાદ મને થાઈરોઈડ થયો. બધા ડિસિઝથી કંટાળી મેં શરૂઆતમાં વોકિંગ અને ત્યારબાદ રનિંગ શરૂ કર્યુ. એક વર્ષમાં હું જેટલી દવાથી ઠીક નથી થઈ એટલો ફાયદો મને રનિંગથી થયો છે. } સોનિયાજુનેજા

સિટી રિપોર્ટર @ahm_cbસોનિયાજુનેજાએ રનિંગ શરૂ કર્યુ તેની પાછળનું કારણ તેમને થયેલો થાઈરોઈડનો રોગ છે. થાઈરોઈડમાં રનિંગ ફાયદો કરે છે. રોગને હરાવવા તેઓ એક વર્ષથી રનિંગ કરી રહ્યા છે. રોગ તો ક્યોર થઈ રહ્યો છે પણ સાથોસાથ હવે રનિંગ તેમનુ પેશન બની ગયુ છે. એક વર્ષમાં તેઓ પાંચ મેરેથોન દોડી ચુક્યાં છે. જેમાં લાસ્ટ મેરેથોન તો બે કલાક અને ત્રીસ મિનિટમાં કમ્પલિટ કરી હતી. તેમનું છઠ્ઠુ મેરેથોન રનિંગ હતું. હવે તેઓ મોટાભાગની રનિંગ કોમ્પિટીશન અને ચેન્નાઈમાં થવા જઈ રહેલી ટ્રાયથ્યલોનમાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યાં છે.

સીએન વિદ્યાલયના મેદાનમાં અમદાવાદ ડિસ્ટન્સ રનર્સ દ્વારા યોજાયેલી રનિંગ કોમ્પિટીશનમાં દોડી રહેલા 40 વર્ષના સોનિયા જુનેજાએ 6 કલાકની ફન કેટેગરીમાં 34 કિ.મી.ની દોડ લગાવી હતી. દર કલાકે તેઓ પોતાના ટી શર્ટ પાછળ અલગ અલગ કોઝ લગાવી તેના માટે રનિંગ કરતા હતા. જેમાં તેમના પતિ મિનેષભાઈએ પણ તેમનો સાથ આપ્યો હતો.

} 5 કલાક રનિંગ : મિનિમમ 50 કિ.મી. અને મેક્સિમમ ક્ષમતા હોય તેટલુ

} 6 કલાક રનિંગ : ફન રન (જેટલી ક્ષમતા હોય તેટલુ)

} 4 કલાક રનિંગ : મિનિમમ 25 કિ.મી. અને મેક્સિમમ ક્ષમતા હોય તેટલુ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો