તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

46 દિવસમાં 16 હજાર કિમીની સફર કરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુગમ્ય ભારત-રોડ સેફ્ટીનો પ્રચાર કરશે

ત્રણ દિવ્યાંગો અમદાવાદથી લંડન મોટરમાં પ્રવાસ કરશે

દિવ્યાંગો દેશ અને એકાદ વિદેશની યાત્રા કરે છે. પરંતુ એક સાથે 16 દેશની યાત્રા અમદાવાદના ત્રણ દિવ્યાંગો પ્રથમવાર કરી રહ્યા છે. તેવું કહેતા વસ્ત્રાપુર ખાતે રહેતા સમીર ક્કડે જણાવ્યું હતું કે મારા અભિયાનમાં મારા અન્ય બે મિત્રો પ્રહલાદનગર ખાતે રહેતા લાકેશ મહેતાલિયા અને વેજલપુર ખાતે રહેતા રણજીત ગોહિલ પણ જોડાશે. અમે ત્રણેય મિત્રો છેલ્લા દસ વર્ષથી સેવાકીય પ્રવૃત્તિમાં સાથે રહીએ છે. સમગ્ર યાત્રા દરમિયાન કાર હું હંકારીશ.

મારા બંને મિત્રો યાત્રામાં માત્ર સહભાગી બનશે. દિવ્યાંગોને મેસેજ આપવાનું કારણ હતું કે દિવ્યાંગ હોવું તે મોટું દુ:ખ નથી. યાત્રામાં કેન્દ્ર સરકારના સુગમ્ય ભારત અને સફાઇ અભ્યાન ઉપરાંત રોડ સેફ્ટીના અભિયાનને પણ આવરી લીધા છે. 16 દેશની યાત્રા અંગે કેન્દ્ર સરકાર સમક્ષ રોડ પરમિટ માટે મંજૂરી માંગી છે. મંજૂરી મળી ગયા બાદ બાકીની પ્રોસેસ પૂરી કરી દેવાશે.

હું 80 ટકા વિકલાંગતા ધરાવું છું. જ્યારે મારા મિત્રો રણજીતભાઇને 50 ટકા અને લાકેશભાઇને 65 ટકા વિકલાંગતા છે. બંને મિત્રોને એક-એક પગ નથી. 300 કલાક સતત ગાડી ચલાવી લેહ-લદાખ જઇ ઇન્ડિયા રેકોર્ડ ઉપરાંત લીમકાબુક અને વર્લ્ડ રેકોર્ડના પ્રમાણપત્ર મેળવ્યા છે.

ત્વરિતલાઈસન્સ માટે વ્યવસ્થા કરાશે: ARTO

દેશમાટે ગર્વની વાત છે. દિવ્યાંગો કાર લઇ 16 દેશોની યાત્રાએ જાય છે. આરટીઓ તરફથી પૂરતી મદદ કરાશે. ઇન્ટરનેશનલ લાઈસન્સ ત્વરિત મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે, એમ એઆરટીઓ ડી.એચ. યાદવે જણાવ્યું હતું.

ત્રણેય મિત્રોને 50થી 80 ટકા સુધી વિકલાંગતા

દિવ્યાંગ મિત્રો સમીર કક્ક્ડ, લોકેશ તેમજ રણજીત ગોહિલ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો