તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાંચ વર્ષ જૂના કેસની સુનાવણી માટે સ્પેશિયલ કોર્ટની રચના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચ વર્ષ જૂના કેસની સુનાવણી માટે સ્પેશિયલ કોર્ટની રચના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યભરનીનીચલી અદાલતોમાં કેસોના ઢગલાને પહોંચી વળવા માટે ગુજરાત હાઈકોર્ટની સૂચનાના પગલે મિરઝાપુર કોર્ટમાં પાંચ વર્ષ જૂના કેસોની સુનાવણી યોજવા માટે સ્પેશિયલ કોર્ટ રચાઈ છે.

રાજ્યભરની નીચલી કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી પડતર કેસોના નિકાલ માટે વિવિધ યોજના અમલી બનાવવામાં આવે છે. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટની સૂચના પગલે મિરઝાપુર વિસ્તારના અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં એક સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટની રચના કરવામાં આવી છે. કોર્ટની કામગીરીમાં રૂટિન કેસોની સુનાવણી ઉપરાંત 5 વર્ષ જૂના કેસોની સુનાવણી યોજવાના નિર્દેશ જારી કરવામાં આવ્યા છે. હાઈકોર્ટની સૂચના મુજબ ગ્રામ્ય કોર્ટના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અંદાજે 700 થી 1000 જેટલા પાંચ વર્ષ જૂના કેસોની ફાળવણી કરવામાં આવી છે. કોર્ટના રૂટિન કામગીરી બાદ 5 વર્ષ જૂના કેસો સુનાવણી યોજવાની રહેશે. આગામી દિવસોમાં ગ્રામ્ય કોર્ટની વધુ કોર્ટને પણ કામગીરી સોંપવામાં આવે તેવી શક્યતા છે.

પડતર કેસોના નિકાલ કરવા માટેની કવાયત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો