તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પરીક્ષામાં CCTV હોવા છતાં ખેડા, પંચમહાલ, મહીસાગરમાં ચોરી વધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરીક્ષામાં CCTV હોવા છતાં ખેડા, પંચમહાલ, મહીસાગરમાં ચોરી વધી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
CCTVના કારણે બોર્ડે સ્ક્વોર્ડ દ્વારા ચેકિંગ બંધ કરાવવાનું સીધું પરિણામ આવ્યંુ

સીસીટીવીના કારણે બોર્ડે સ્ક્વોડ બંધ કરી દીધી છે. બોર્ડે ખર્ચ ઘટાડવા નિર્ણય કર્યો છે. પરંતુ વાલીઓને વિશ્વાસમાં લેવા જોઇતા હતા તેવું વાલીઓ માને છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ઉક્ત ત્રણેય જિલ્લામાં ચોરીનું પ્રમાણ બહાર આવતા હવે બોર્ડની કામગીરી સામે પણ શંકા સેવાઇ રહી છે. છેલ્લા ચાર દિવસની પરીક્ષાઓમાં અંદાજે 40થી વધુ કોપી કેસ નોંધાયા છે અને બે ડમી વિદ્યાર્થીઓ પકડાયા છે. જેમાંથી સૌથી વધુ કોપી કેસ ઉક્ત ત્રણેય જિલ્લામાં નોંધાયા છે.

જેથી ખેડા,પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ચોરીનું પ્રમાણ ઘટાડવા બોર્ડે સ્ક્વોડ મોકલવી જોઇએ તેવી માંગ વાલીઓએ કરી છે, વિસ્તારોમાં કેટલાક સેન્ટરો પર બેરોકટોક ચોરીઓ થતી હોવાની આશંકા વાલીઓએ વ્યક્ત કરી છે અને કોઈ કશું કરી રહ્યું નથી.

પરીક્ષામાં ચોરીને પ્રોત્સાહનના નિવેદનથી વિવાદ

ગોધરામાં થોડાક સમય અગાઉ બોર્ડના એક સભ્યએ જાહેરમાં નિવેદન કર્યું હતું કે પરીક્ષામાં ચોરી કરજો, સ્કૂલોમાં સીસીટીવી થોડાક સમય માટે બંધ કરી દેવાશે. અંગે શિક્ષણ મંત્રી સુધી ફરિયાદ થતા તપાસના આદેશ આપ્યા છે. જેના પગલે બોર્ડે ગોધરાના ડીઈઓને તપાસ કરી રિપોર્ટ આપવા જાણ કરી છે. બીજીતરફ વિવાદિત નિવેદન કરનાર બોર્ડના સભ્યને પરીક્ષાની કામગીરીમાંથી બરખાસ્ત કરી દેવાયા છે. બોર્ડના સભ્યએ કરેલા નિવેદન અંગે બોર્ડના અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે બોર્ડના સભ્યએ જાહેરમાં કરેલા નિવેદન અંગે અમને જાણ થઇ છે. પરંતુ વાતમાં તથ્ય છે કે નહીં તેની તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો