તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડબલ સિઝનથી કેસર કેરીનો પાક ઘટશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશભરમાં મહારાષ્ટ્રની રત્નાગિરી અને મધ્ય પ્રદેશની દશેરી કેરીની જેમ ગીરની કેસર કેરી પણ વિશ્વખ્યાત છે. ભાવની દ્દષ્ટિએ કેસર કેરી બીજા ક્રમની મોંઘી કેરી ગણાય છે. ચાલુ વર્ષે કેરીની સિઝનનો આરંભ થવો જોઇએ પણ ખરાબ હવામાનને કારણે 20 એપ્રિલ પછી પ્રથમ આવક શરૂ થશે એમ ગીરમાં કેસર કેરના સ્થાનિક ખેડૂતો અને વાડીના માલિકોએ જણાવ્યું હતુ. સાસણ ગીરમાં 350 આંબાની પદ્માવતી વાડીના માલિક ધીરુભાઇ ગઢેથરિયાએ જણાવ્યું અનુસાર, ગયા વરસની સરખામણીએ ચાલુ વરસે 50થી 60 ટકા જેટલું ઉત્પાદન થવાનો અંદાજ છે. આંબે મોર બેસી ગયા છે પરંતુ હજી પણ કેટલાક આંબા પર મોર બેસવાના ચાલુ છે. એટલે એવો અંદાજ છે કે ચાલુ વરસે કેરીની આવકની સિઝન જૂન મહિના સુધી લંબાશે.

તાલાલા તાવાગીર ગામના બાલાજી કેસર કેરીના ફાર્મના ખેડૂત દિલીપભાઇ ગઢેથરિયાએ જણાવ્યું હતું કે, ચાલુ વરસે મંદી તેમજ દિવસે ગરમી અને રાતના ઠંડીના ચમકારાના કારણે આંબા પર લાગેલા મોર સૂકાઇ જાય છે. ડબલ વાતાવરણને કારણે ફળ જોઇએ તેવું મળશે નહીં.

ગત વર્ષે કેસર કેરીના 10 કિલોના બોક્સ રૂ. 400થી 900 હતા જેમાં ચાલુ વર્ષે 10થી 15 ટકાનો વધારો થવા છતાં સારા ફળ નહીં મળે. ઉપરાંત કેસર કેરીની પ્રથમ આવક તા. 15 એપ્રિલથી શરૂ થશે.

જ્યારે નરોડા ફ્રૂટ માર્કેટના પ્રમુખ લચ્છુભાઇ રોહેરાએ જણાવ્યું કે, સમગ્ર ભારતમાં કેરીના પાક પર અસર જોવા મળી છે. હાલમાં આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, કેરાલાથી ગોલા કેરીનો પાક આવે છે. જ્યારે મહારાષ્ટના રત્નાગિરીની આફૂસ કેરી શરૂ થઇ છે. તમામ કેરીના ભાવ ગત વર્ષ કરતા 10થી 15 ટકા વધારો થયો છે.

(ચાલુ વર્ષનો ભાવ અંદાજિત છે)

20 એપ્રિલ પછી પાક ઉતરવાની શરૂઆત થશે, ભાવમાં 15 ટકા સુધી વધારો થઈ શકે

કેરીના ભાવ વર્ષે થોડા ઊંચા રહેશે

કેરી ગત વર્ષનો ચાલુ વર્ષનો

ભાવ ભાવ

કેસર40-9045-95

આફૂસ120-130140-160

પાયરી120130 130 150

સુંદરી4050 60-70

ગોલા2530 60 70

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો