તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘સરકાર ભલે જૈનોની વસતિ ગણતરી કરે, શ્રાવક સમિતિ કાર્ય કરશે’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘સરકાર ભલે જૈનોની વસતિ ગણતરી કરે, શ્રાવક સમિતિ કાર્ય કરશે’

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૈનોની વસ્તી માટે સરકાર તરફથી કેટલીક વિસંવાદિતતા દેખાય છે. વસ્તીનો ચોક્કસ આંકડો નિર્ધારિત કરવા માટે વિશ્વભરના જૈનોનો ડેટાબેઝ તૈયાર કરવા માટેનું ભગીરથ કાર્ય શ્રાવક સમિતિ કરશે. નાનકો બાળક આવતી કાલનો જિનશાસનનો આધાર સ્તંભ બની શકે તેમ છે.

જૈન સમાજના બાળકોને ધર્મનું જ્ઞાન આપવા માટે ચલાવવામાં આવતી પાઠશાળાનો વિશિષ્ટ પ્રકારનો વિશિષ્ટ પ્રકારનો અભ્યાસ કરવા માટે નવી સમિતિની નિમણૂક કરવામાં આવે છે. વૃદ્ધ સાધુ ભગવંતોના સ્થિરવાસ માટે ગચ્છ સમુદાયના ભેદભાવ વગર વિશ્રામણાની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત પણ પાઠશાળાના સંચાલનની પદ્ધતિમાં કેટલાક જરૂરી ફેરફાર કરવામાં આવશે.

વર્તમાન સમયના શ્રાવકો માટે ખાસ અભ્યાસક્રમ તૈયાર કરાશે. પ્રાચીન ઇતિહાસોમાં સમયે સમયે જે ફેરફાર થયા સાચી હકીકતથી લોકો દૂર થયા તેવા સાચા ઇતિહાસને નષ્ટ કરવાનો પુરુષાર્થ થયો છે તેની સામે મજબૂત જિનશાસનની પરંપરાનો શ્રાવકના અદભુત યોગદાનનો ઇતિહાસ બનાવવા માટે ખાસ સમિતિ બનાવાશે. સમિતિ ધર્મના પ્રચાર અને જિનશાસનની પરંપરાઓનો સમૃદ્ધ વારસો જળવાઈ રહે તે બાબતનું પણ ધ્યાન રાખશે.

શેત્રુંજય ગિરિરાજના પ્રશ્નોનું નિરાકરણ પણ સમિતિ દ્વારા કરવામાં આવશે. તેના માટે હવેથી શેત્રુંજય ગિરિરાજના પ્રશ્નો સ્વતંત્ર રૂપે નહીં પણ શ્રવણ સમિતિ કરશે. શેત્રુંજય ગિરિરાજના કાર્યો માટે સાત શ્રમણોની નિયુક્તિ કરવામાં આવી છે.

તમામ ઠરાવોનું વાંચન પર્યુષણ પૂર્વે વાંચન કરાશે. શેત્રુંજય ગિરિરાજ પરથી કોઇપણ પથ્થર સંઘમાં કે ઘરમાં લાવીને તેની આરાધના કરવી નહીં. તેવું પ્રવર સમિતિ દ્વારા વિશિષ્ટ સૂચન કરાયું છે. જે પણ વ્યક્તિ કે સંઘ દ્વારા નવું પંચાંગ પ્રકાશિત કરવામાં આવે તો તેમાં જૈનધર્મની તમામ તિથિઓ સ્પષ્ટ દર્શાવવાની રહેશે.

તમામ ફેરફારો હાથ ધરવા માટે ઘણા લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી હતી. રવિવારે લાવણ્ય સોસાયટીમાં આયોજિત મહાશ્રમણ સંમેલનમાં બાબત અંગે વિચાર વિમર્શ કરીને તેને લગતા નિર્ણયો લેવાયા હતા.

લાવણ્ય જૈન સંઘમાં રવિવારે જૈન ગચ્છાધિપતિઓની ઉપસ્થિતિમાં મહાશ્રમણ સંમેલનના ઠરાવોની સુવર્ણ પુસ્તિકા તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ સુવર્ણ પુસ્તિકા જૈન શ્રેષ્ઠીઓ દ્વારા આણંદજી કલ્યાણજી પેઢીને સુપરત કરવામાં આવી હતી.

શત્રુંજય ગિરિરાજ પરથી પથ્થર લાવીને તેની આરાધના કરવા સૂચન

જૈન સમાજનું ભવિષ્ય સુધારવા શ્રમણ સંમેલનમાં લેવાયેલો નિર્ણય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો